ઉદ્યોગપતિ અમિત ભટનાગરની ખોવાયેલી ઓડી કાર મળી આવી
Live TV
-
બાદમાં કાર ચોરી થયાનું માલૂમ પડતાં અમિત ભટનાગરના પુત્રએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
વડોદરાના ઉદ્યોગપતિ અને બેંક કૌભાંડના આરોપી અમિત ભટનાગરની ચોરી થયેલી કાર મળી આવી છે. કેટલાક લોકો અમિત ભટનાગરના ઘરે જઈને ઈડીના અધિકારી તરીકે ની પોતાની ઓળખાણ આપી, ઓડી કારની તપાસ કરવાની હોઈ કાર કચેરીએ લઈ જવાની વાત કરી હતી. ત્યારબાદ ભટનાગરે કારની ચાવી આપતા તેઓ કાર લઈને ફરાર થઈ ગયા હતા.
બાદમાં કાર ચોરી થયાનું માલૂમ પડતાં અમિત ભટનાગરના પુત્રએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. રવિવારે સાંજે આ ઓડી કાર રાજપીપળા મહાવિદ્યાલય રોડ ઉપર હોવાની રાજપીપળા પોલીસને ધ્યાને આવતા વડોદરા પોલીસને તેની જાણ કરવામાં આવી હતી.
વડોદરા પોલીસે આ કાર રાજપીપળા આવી કબજે કરી લીધી હતી. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. હજુ સુધી આ કાર કોણ લઈ ગયું હતું તે જાણી શકાયું નથી.
