મહેસાણા જિલ્લામાં 1,255 લાખના ખર્ચે જળસંચય અભિયાન હાથ ધરાશે
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે મહેસાણા જિલ્લામાં આવેલા સતલાસણાના ટીમ્બા ગામે જળસંચય અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે મહેસાણા જિલ્લામાં આવેલા સતલાસણાના ટીમ્બા ગામે જળસંચય અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. મહેસાણા જિલ્લામાં 2100 જેટલા જળ સંચયના કામો થશે.
તેમાં અંદાજિત રૂપિયા 1,255 લાખનો અંદાજિત ખર્ચ થશે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સુજલામ સુફલામ જળ અભિયાન દેશનું સૌથી મોટું જળસંચય અભિયાન છે. મહેસાણા જિલ્લામાં 2100 જેટલા કામો માસ્ટર પ્લાનમાં હાથ ધરવામાં આવ્યા છે અને તેમાં પ્રતિદિન નવા નવા કામો ચાલુ થતા જાય છે. ...
જળસંચય અંતર્ગત મહેસાણા જિલ્લામાં થનારા કામોઃ
- ૦૧ મે થી ૩૧ મે દરમિયાન મહેસાણા જિલ્લામાં સુજલામ-સુફલામ જળ અભિયાન
- ૧૨૧ તળાવો ઉંડા કરવા અને ૭૨ ચેકડેમનું ડીસીલ્ટીંગ અને રીપેરીંગ થનાર છે.
- અભિયાનમાં શૈક્ષણિક સહકારી સંસ્થાઓ,ઉધોગગૃહો,ધાર્મિક સંસ્થાઓ,ઉધોગ ગૃહો રાજ્ય કેન્દ્ર સરકારના જાહેર સાહસો,ઔધોગિક એકમો જોડાયા છે.
- મહેસાણા જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાનમાં ૧૨૧ તળાવો ઉંડા કરવા,૬૬ ચેકડેમ ડીસીલ્ટીંગ, ૦૬ ચેકડેમ રીપેરીંગ અને ૧૪ કિમી લંબાઇની નહેરોની સાફસફાઇ કરવાનું આયોજન કરવામાં આવેલ છે
- મહેસાણા જિલ્લોનો ભૌગોલિક વિસ્તાર ૪૩૯૧૫૩ હેકટર જેટલો છે જેમાંથી ખેડાણ લાયક વિસ્તાર ૩૪૯૩૪૨ હેકટર છે. તે પૈકી ૧૮૧૦૪૫ હેકટર જમીનને વિવિધ સ્ત્રોત થકી સિંચાઇનો લાભ મળે છે- જિલ્લામાં જળસંગ્રહના માળખામાં ધરોઇ બંધ,સુજલામ સુફલામ સ્પ્રેડીંગ નહેર,નર્મદા યોજનાની નહેરો,નાની સિંચાઇ યોજના,અનુંશ્રવણ તળાવો અને ચેકડેમો આવેલા છે.
- નર્મદા કેનાલ નેટવર્ક તથા અન્ય જળાશયોની કેનાલની સફાઇ અને રીપેરીંગની કામગીરી થનાર છે.જિલ્લાની ગુજરાત પાણી પુરવઠા બોર્ડની જુથ પાણી પુરવઠા યોજનાની લગભગ ૯૦૦ ઉપરાંત એરવાલ્વનું નીરીક્ષણ અને મરામત કરવાનું આયોજન કરાયું છે.
- મહેસાણા જિલ્લામાં વોટર રિયુઝની પોલીસીનું અમલીકરણ,ગામ તળાવ,સીમ તળાવ,નદીઓના પાણીના પ્રવાહને અવરોધકરૂપ ઉગેલા ઝાડી-ઝાંખરા વગેરેની સફાઇ કરવાની કામગીરી,શહેરી વિસ્તારમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ તેમજ નદીઓ અને તળવોમાં આવતું પ્રદુષિત પાણી અટકાવાની કામગીરી સહિત નદી કાંઠાઓ પર વૃક્ષારોપણનીકામગીરી કરવામાં આવનાર છે.- મહેસાણા જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાનમાં રૂ.૧૨૫૫ લાખનો ખર્ચનો અંદાજ થનાર છે.જેમાં ૨૦૭ કામો રૂ.૧૮૧ લાખના ખર્ચે લોકભાગીદારીથી,મનરેગા હેઠળ ૯૭૨ કામો રૂ.૮૦૪ લાખના ખર્ચે થનાર છે અને ૦૧ કરોડના ખર્ચે ધામણી નદી પુન જીવીત કરવાની કામગીરી શરૂ કરાઇ છે
- પાણી પુરવઠા અને જળસંપત્તિ નિગમ દ્વારા એરવાલ્વના નિરીક્ષણની અને નહેરોની મરામત જાળવણીના ૯૦૫ કામો રૂ.૨૪૪ લાખના ખર્ચે થનાર છે.વન વિભાગ દ્વારા વન તલાવડી અને ચેકડેમ ડીસ્લીટીંગના કામો થનાર છે નગરપાલિકાદ્વારા નહેરો,નદીઓની સફાઇ,વરસાદી પાણીના લાઇનની સફાઇના ૮૦ કામો રૂ.૨૧ લાખના ખર્ચે થનાર છે.
- મહેસાણા જિલ્લામાં મહાઅભિયાનમાં લોકભાગીદારી જોડાઇ છે. જિલ્લામાં ૨૦ થી વધુ ઔધોગિક સંસ્થાઓ,મહેસાણા,ઉંઝા,કડી,વિસનગર અને વિજાપુર ખેતીવાડી ઉત્પન બજાર સમિતિઓ,ધાર્મિક સંસ્થાઓ જેવી કે બહુરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ, ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા,સામાજિક સંસ્થાઓ, એન.જી.ઓ જોડાઇ છે. જેમાં થનારા ખર્ચના ૫૦ ટકા લોકભાગીદારીથી અને ૫૦ ટકા સરકારશ્રી દ્વારા આ કામ થનાર છે.
- લાર્સન એન્ડ ટ્રુબ્રો કંપની દ્વારા કંપનીઓની સમાજિક જવાબદારીના ભાગ રૂપે ૩૭ તળાવો દત્તક લીધા છે
- મહેસાણા જિલ્લામાં ૦૫ તારીખ સુધી જળસંચય અભિયાનના ૩૫૮ કામો શરૂ થયા છે જેમાંથી ૨૬૧ કામો પુર્ણ થયા છેસતલાસણા ટીમ્બા તળાવની માહિતીઃ
- સતલાસણા તાલુકાના ટીમ્બા તળાવનો સર્વે નંબર ૫૧૭ છે જેનું કુલ વિસ્તાર ૦.૮૬ હેકટર છે.
- ટીમ્બા તળાવ ઉંડું કરવાથી વધારાના ૨૦૦ મીલીયન ધનફુટ પાણીનો સંગ્રહ થશે
- ટીમ્બા તળાવનું ઉડું કરવાનું કામ રૂ.૧૯.૮૬ લાખના ખર્ચે થનાર છે.
-તળાવની કેપીસીટી ૪.૫૦ એમ.,સી.એફ.ટી જે તળાવનું કામ પુર્ણ થયે ૦૭ એમ.સી.એફ.ટી થશે
- તળાવના કામથી બાજુમાં રીચાર્જ વેલ,ચેકડેમ અને વનતલાવડી રીચાર્જ થનાર છે જેનો સીધો ફાયદો ગ્રામજનોને મળનાર છે
-તળાવનું કામ પુર્ણ થયે તળાવમાં પાણી આવ્યેથી ૨૦૧૯ મે-જુન સુધી પાણી જોઇ શકાશે
