Skip to main content
Settings Settings for Dark

'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત REC લિમિટેડ, પાવર મંત્રાલય દ્વારા 'બિજલી ઉત્સવ'નું કેવડિયા ખાતે આયોજન

Live TV

X
  • આઝાદી કા અમૃત મહોત્સવ' - સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી તથા એકતા અઠવાડિયાની ઉજવણીના ભાગ રૂપે REC લિમિટેડ, પાવર મંત્રાલય દ્વારા નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક કેવડિયા ખાતે 'બિજલી ઉત્સવ'નું આયોજન હાથ ધરાયુ હતું. જેમાં સરકારની વિવિધ યોજનાઓ થકી 24 કલાક અવિરત ક્ષતિ રહિત વીજ પુરવઠો મળે અને સાથે વીજ બચત કેવી રીતે કરાય તે પ્રકારના એક ચિત્ર પ્રદર્શનનું ઉદ્દઘાટન ભરૂચ દક્ષિણ ગુજરાત વીજ કમ્પનીના અધિક્ષક ઈજનેર જયેશ કેદારીયા તથા અધિક્ષક ઈજનેર રાજપીપલા એ.જી.પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

    આ કાર્યક્રમમાં ભરૂચ દક્ષિણ ગુજરાત વીજ કમ્પનીના અધિક્ષક ઈજનેર જયેશ કેદારીયા દ્વારા હાજર ગ્રામજનોને વીજ વપરાશમાં ઘટાડો કરવા વપરાતા એલઈડી બલ્બનું મહત્વ સમજાવવા ઉપરાંત સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ થકી 24 કલાક મળતી વીજ સેવાઓ વિષે માહિતગાર કર્યા હતા. સાથે જ વીજળી બચાવવાના ફાયદા તથા દૂરના ગ્રામ્ય વિસ્તારોમાં વિદ્યુતીકરણ દરમિયાન આવતા પડકારો અને ગુણવત્તા સભર વીજ પુરવઠો પહોંચાડવાની સાથે જીવન શૈલી કેવી રીતે સુધરે છે તેના પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. સાથે જ ભારત સરકાર દ્વારા દેશમાં પ્રથમવાર વિદ્યુત ગ્રાહકોના અધિકાર, નિયમ 2020 જાહેર કરવામાં આવ્યા છે. આ નિયમોના કારણે હવે દેશમાં દરેક વિદ્યુત ગ્રાહકને વિદ્યુત સેવા મેળવવા માટેના હક તથા સેવાની ગુણવત્તા મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. ભારત સરકારની આ પહેલ વિષે પણ લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ કે, આ નિયમો આવી જવાને કારણે વીજળી પુરવઠો પુરી પાડતી દરેક કંપનીએ પોતાના ગ્રાહકોને સાંભળવા પડશે તથા નિશ્ચિત સમય મર્યાદામાં ગ્રાહકોની ફરિયાદનો નિકાલ કરવાની જોગવાઇ કરવામાં આવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
apply