આણંદઃ આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી રૂ. 59.84 લાખના મુદ્દામાલની લૂંટના આરોપી ઝડપાયા
Live TV
-
આણંદ જિલ્લાના પીપળાવ ગામ પાસે સુરતથી સૌરાષ્ટ્ર જઈ રહેલા આંગડિયા પેઢીના કર્મચારીઓની કારને આંતરી લૂંટનો બનાવ બન્યો હતો. 59.84 લાખના હીરા અને સોનાના દાગીનાની લૂંટની આ ઘટનામાં સંડોવાયેલા ત્રણ આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે.
સુરતની આર મહેન્દ્રકુમાર આંગડિયા પેઢીના ચાર લોકો કારમાં સોનાનાં દાગીના અને હીરાના પેકેટ લઈને સૌરાષ્ટ્ર જઈ રહ્યા હતા ત્યારે 27મી જુલાઈની રાત્રે આણંદ જિલ્લાના પીપળાવ ગામ પાસે બે કારમાં આવેલા 8 જેટલા લૂંટારુઓએ કારને આંતરી હતી અને આંગડિયા પેઢીના કર્મચારીઓ પર મરચાંની ભૂકી નાખી રૂપિયા 59.84 લાખની લૂંટ ચલાવી હતી. આ ઘટનાને લઈ સોજીત્રા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે હાલ આરોપીઓને ઝડપી તેમની પાસેથી કાચા અને પાકા 20 કેરેટના હીરા, બે કાર, ત્રણ મોબાઈલ સહિત 12.10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
