રાજ્ય સરકારના 5 વર્ષઃ આજે કિસાન સન્માન દિવસની ઉજવણી માટે મુખ્યમંત્રી ભૂજ અને અંજારની મુલાકાતે
Live TV
-
રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં આજે કિસાન સન્માન દિવસ તરીકે ઉજવણી થઈ રહી છે. મુખ્યમંત્રી વિજય રુપાણી આજે કચ્છ જિલ્લાના ભૂજ અને અંજારની મુલાકાતે છે. જ્યાં તેઓ કિસાન સન્માન દિવસનો રાજ્યકક્ષાના કાર્યક્રમનો પ્રારંભ કરાવી રહ્યા છે. ભૂજની આર.ડી.વરસાણી હાઈસ્કુલમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી કિસાનોના સન્માનરૂપે કૃષિલક્ષી યોજનાઓના લાભો સહાય અને સાધન સામગ્રીનું વિતરણ કરશે. આ દરમિયાન ભૂજ સ્થિત લાયન્સ હોસ્પિટલની મુલાકાત લેશે. બપોરે 12.30 વાગે કલેક્ટર કચેરીમાં સમીક્ષા બેઠક યોજાશે. બપોરે 2.30 કલાકે સ્મૃતિવન મુલાકાત લેશે. સાંજે 4 વાગે અંજાર તાલુકાના સતાપર ગામે ગૌવર્ધન આહિર કન્યા વિધાલય સંકુલનું મુખ્યમંત્રી વિજય રુપાણી લોકાર્પણ કરશે.
