રાજ્યમાં આજે કોરોનાના નવા 15 કેસ નોંધાયા, 28 દર્દીઓ સાજા થયા
Live TV
-
રાજ્યમાં આજે કોવિડ-19ના નવા 15 કેસ નોંધાયા છે. કોવિડ-19થી સાજા થવાનો દર 98.75 ટકા પહોંચ્યો છે. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર સતત વધી રહ્યો છે. આજે 28 દર્દીઓ સાજા થયા છે, અત્યાર સુધી 8,14,665 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. હાલ રાજ્યમાં એક્ટીવ કેસની સંખ્યા 213 છે. અત્યાર સુધી રાજ્યમાં 10,076 દર્દીઓના મૃત્યુ થયા છે. અમદાવાદમાં આજે 3 કેસ આવ્યા છે, 7 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. વડોદરામાં 4 કેસ નોંધાયા છે, 3 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. સુરતમાં 2 કેસ નોંધાયા છે, 4 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
