નારી તુ છે નારાયણી : રાજ્યભરમાં નારી શક્તિ દિવસની ઊજવણી કરવામાં આવી
Live TV
-
મહીસાગર જીલ્લાની 16 નવનિર્મિત આંગણવાડીઓ તેમજ સખી વન સ્ટોપ સેન્ટરનું મુખ્યમંત્રી દ્વારા ઇ-લોકાર્પણ કરાયુ. સખી નવ સ્ટોપ સેન્ટર ખુલવાથી પીડીત મહિલા પોતાની સમસ્યાઓનું નિરાકરણ લાવી શકશે. અમરેલીમાં નારી ગૌરવ દિવસની ઉજવણી નિમિતે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના લાભાર્થી બહેનોને સહાયનું વિતરણ કરાયુ. કચ્છ જીલ્લામાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત 488 જોઇન્ટ લાયાબીલીટી અર્નિંગ એન્ડ સેવિંગ ગ્રુપની 4880 મહિલાઓને 4 કરોડ 88 લાખ લોનના ચેક વિતરણ કરવામાં આવ્યા.
નવસારી જીલ્લામાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત 112 જૂથોની લોન મંજૂર કરાઇ જેનો 1120 મહિલાઓને યોજનાનો લાભ મળ્યો છે. છોટા ઉદેપુર જીલ્લામાં નારી ગૌરવ દિન કાર્યક્રમ અંતર્ગત વિવિધ સખીમંડળોને 350 લાખની સહાય આપવામાં આવી તેમજ વિધવા બહેનોને સહાયની મંજૂરીના હુકમો તેમજ વ્હાલી દિકરી યોજનાના મંજૂરી હુકમોનું પણ વિતરણ કરવામાં આવ્યું,
દ્વારકા જીલ્લામાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ ઉજવણીમાં ભાગ લીધો હતો. અને દેવભૂમિ દ્વારકા અને ભાણવડ તાલુકામાં 3-3 આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ તથા ભાણવડ તાલુકામાં એક આંગણવાડી કેન્દ્રનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. મોરબી જીલ્લામાં બહેનોને લોન અર્પણ કરવામાં આવી તથા વિવિધ લાભ આપી તેમને તેની વિષે સમજ આપવામાં આવી હતી.
પાટણ જીલ્લામાં 10 સખી મંડળોને વિના વ્યાજની લોન સહાયના ચેકનું વિતરણ કરાયું. ડાંગ જીલ્લામાં નારી ગૌરવ દિવસ નિમિતે 200 સખીમંડળોને 200 લાખ રૂની લોન આપવામાં આવી તથા બીજી 2 આગંણવાડીઓનું લોકાપર્ણ કરાયુ હતુ.
વડોદરા સયાજી નગર ગૃહ ખાતે નારી ગૌરવ દિનની ઉજવણી કરાઇ જેમાં. દસ હજાર સખીમંડળોને વગર વ્યાજે 100 કરોડનું ધિરાણ કરવામા આવ્યું. ખેડા જીલ્લામાં 10 મહિલા મંડળ અને 10 ગામડાઓના કુલ 100 ઉપરાંત બહેનોને રાજય સરકારની યોજના અતંર્ગત 1 લાખના સેકશન લેટર આપવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર ખાતે કૃષિ મંત્રી આર સી ફળદુના અધ્યક્ષસ્થાને લોન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
અરવલ્લી જીલ્લામાં નારી ગૌરવ દિનની ઉજવણી નિમિતે 400 સખીમડંળની 4000 બહેનોને લાભ આપવામાં આવ્યો હતો. કેબિનેટ પાણી પુરવઠા મંત્રી ભામાસા હોલ ખાતે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તાપી જિલ્લાના મુખ્યમથક વ્યારા ખાતે નારી ગૌરવ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. નારી ગૌરવ દિવસે બેંક ઓફ બરોડાએ ૬૦૦ કેસો પૈકી આજે ૩૦૦ મંજૂર કર્યા હતા. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે સખીમંડળોને રૂ.એક લાખ તેમજ વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીઓને યોજનાકીય સહાયના ચેક અર્પણ કરાયા હતા.
