આણંદ : નારી શક્તિ દિવસની ઉજવણીમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ જોડાયા
Live TV
-
આણંદ ખાતે નારી શક્તિ દિવસની ઉજવણીમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ જોડાયા હતા અને માતા બહેન દીકરીઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે પૂરતી મદદ આપવાની વાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે ગામડાની ભણેલી બહેનોને પરિવાર માટે પૂરક આવક રળતી કરવા માટે 14 હજાર થી વધુ સખી મંડળ ગુજરાતમાં ખૂલી ચૂક્યા છે અને બેન્કનું ધિરાણ પણ બહેનોને મળતું થયુ છે. આણંદ શહેરની વચ્ચોવચ આવેલી વ્યાયામ શાળાના પરિસરમાં એક નવી સિવિલ હોસ્પિટલ બાંધવાની જાહેરાત પણ પટેલે અહી કરી હતી અને જણાવ્યુ હતું કે 200 પથરીની આ હોસ્પિટલ પાછળ 60 કરોડ રૂપિયા ખર્ચાશે
