આણંદઃ રિટાયર્ડ થતાં પોલીસ ડોગની દેખભાળ માટેનું સેન્ટર DGP આશિષ ભાટીયા ઉપસ્થિતિમાં શરુ કરાયું
Live TV
-
ભારતમાં પોલીસ રિટાયર્ડ ડોગ માટેનું બીજું કેર સેન્ટર આણંદ ખાતે બન્યું. આ સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત પોલીસના વડા આશિષ ભાટીયા ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત અને આણંદ પોલીસ માટે ગૌરવ અપાવે તેવું કાર્ય આણંદ પોલીસ દ્વારા કરાયું છે. ભારતમાં પોલીસ રિટાયર્ડ ડોગ માટે દેશભરમાં એક માત્ર સેન્ટર હતું. પરંતુ હવે બીજું સેન્ટર ગુજરાતના આણંદ ખાતે બનાવાયું છે. જેના કારણે રિટાયર્ડ થતાં ડોગની દેખભાળ અને સારવાર સરળતાથી થઇ શકે. આણંદ ખાતેની કામધેનુ યુનિવર્સિટીનો વેટરનરી વિભાગ પ્રાણીઓની સારવાર માટે જાણીતો છે ત્યારે આણંદ જિલ્લા પોલીસ વડા અજિત રાજિયાન દ્વારા નવી પહેલ કરીને રિટાયર્ડ પોલીસ ડોગ સેન્ટર તૈયાર કરાયું છે. આ સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત પોલીસના વડા આશિષ ભાટીયા ઉપસ્થિત રહ્યા હતા. આ ડોગ સેન્ટરમાં હાલમાં પાંચ ડોગ રખાયા છે અને જેમ-જેમ જરૂરિયાત વધશે તેમ તેમ અહિયા પણ સગવડ પણ વધારવામાં આવશે.
