સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી બ્રહ્મલીન થયા, મુખ્યમંત્રી રુપાણીએ શ્રદ્ધાંજલિ પાઠવી
Live TV
-
વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી સોમવારે મોડી રાત્રે 11 કલાકે 88 વર્ષની ઉંમરે વડોદરાની ભાઇલાલ અમીન હોસ્પિટલમાં બ્રહ્મલીન થયા હતા.
વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી સોમવારે મોડી રાત્રે 11 કલાકે 88 વર્ષની ઉંમરે વડોદરાની ભાઇલાલ અમીન હોસ્પિટલમાં બ્રહ્મલીન થયા હતા. હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં હરિભક્તો ઊમટી પડ્યા હતા.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યોગી ડીવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મીય સમાજ આત્મીય યુનિવર્સિટીના પ્રણેતા પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના દેહ વિલય અને પરમધામ ગમન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી. પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના પાર્થિવ દેહને 4 દિવસ માટે ભક્તોના દર્શનાર્થે રાખવામાં આવશે. ભક્તો અંતિમદર્શન કરી શકે તે અંગે જરૂરી વ્યવસ્થા માટે સ્થાનિક વહીવટી તંત્રને તમામ સહકાર આપવા મુખ્યમંત્રીએ સૂચના આપી છે. મુખ્યમંત્રીએ પૂજ્ય ગુરૂપ્રસાદ સ્વામી સાથે ટેલીફોનિક વાત કરીને પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના અવસાન પર દુ:ખ વ્યક્ત કરી સાંત્વના આપી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, યુવાઓમાં વ્યસન મુક્તિ ,શિક્ષા પ્રણાલીના પ્રચાર પ્રસાર સાથે આધ્યાત્મિકતા અને સમાજ માટે સમર્પિત થવાનો સેવા ભાવ ઉજાગર કરવામાં પૂજ્ય હરિપ્રસાદ સ્વામીએ આજીવન સેવારત રહી આપેલું અમૂલ્ય યોગદાન સદાય અવિસ્મરણીય રહેશે. તેમના દેહ વિલય અને પરમધામ ગમનથી લાખો શોકમગ્ન અનુયાયીઓના દુઃખમાં સહભાગી થતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વામીજીના આત્માની પરમ શાંતિની પ્રાર્થના પણ કરી છે.
