નવસારી કોકણ વિકાસ મંડળ મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત લોકોની મદદ માટે આગળ આવ્યું
Live TV
-
મહારાષ્ટ્રમાં મેઘતાંડવથી જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. મહારાષ્ટ્રમાં વરસેલા મૂશળધાર વરસાદથી અલગ અલગ દુર્ઘટના અને ભૂસ્ખલન સાથે ઘોડાપુરથી લાખો લોકો અસરગસ્ત છે. ત્યારે નવસારી કોકણ વિકાસ મંડળ મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત લોકોની મદદ માટે આગળ આવ્યું છે. નવસારીના વિજલપોર ખાતે આવેલ શ્રી દાત મંદિર ખાતે કોકણ વિકાસ મંડળ દ્વારા લોકફાળાનાં સહયોગથી ૨૫૦ થી વધુ રાહત સામગ્રીની કીટ ઉપલબ્ધ કરાઈ છે. જેમાં જીવનમાં રોજિંદા ઉપયોગી ચીજ વસ્તુઓ જેવી કે, દાળ, ચોખા, કઠોળ, ખાંડ, તેલ, મસાલા, ટુવાલ, કપડા, સાબુ, કોલગેટ સાથે ૨૫ ચીજ વસ્તુઓ સાથેની ૨૦ કિલોની એક કીટ બનાવી છે. આ સામગ્રીને નવસારીથી મહારાષ્ટ્રનાં ચેપરુણ ખાતે ટ્રક મારફતે પૂરગ્રસ્ત લોકોની મદદ માટે મોકલવામાં આવી છે.
