કોરોનાને કારણે વિદેશ અભ્યાસ કરવા જતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં 30 ટકા જેટલો ઘટાડો
Live TV
-
કોરોનાને કારણે વિદેશ અભ્યાસ કરવા જતાં વિદ્યાર્થીઓ પર પ્રતિકૂળ અસર સર્જાઈ છે. છેલ્લા એક દોઢ વર્ષમાં વિદેશ અભ્યાસ કરવા જતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં અંદાજે 30 ટકા જેટલો ઘટાડો થયો છે. વિદેશની યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પણ હાલ ઓનલાઈન એજ્યુકેશન મેળવી રહ્યાં છે. ત્યારે કોરોના સંક્રમણ ઓછું થતાં વિદ્યાર્થીઓને કેનેડા, યુકે, યુએસ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં આસાનીથી પ્રવેશ મળી રહે તે માટે એઇસીસી ગ્લોબલ સંસ્થા દ્વારા ત્રણ દિવસનો એક નિઃશુલ્ક વર્ચ્યુઅલ વેબિનાર યોજવામાં આવી રહ્યો છે. આ વેબિનારમાં વિદ્યાર્થીઓ સીધા જ વિદેશની માન્યતા પ્રાપ્ત 200 ઉપરાંત યુનિવર્સિટીના પ્રતિનિધિ સાથે વાતચીત કરીને પોતાને મૂંજવતા પ્રશ્નોની ચર્ચા કરી શકશે. જેથી વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ દરમિયાન છેતરપિંડીનો ભોગ બનવાથી બચી શકે તે માટે વેબિનાર કરાયો હોવાનું કહેવાય છે. આ વેબિનારમાં ધોરણ 10 કે 12 પાસ થયેલા અને તે સહિતના ઉચ્ચ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા, યુકે, કેનેડા અને યુએસ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ લાભ લઈ શકશે.
