આણંદનું પેટલાદ શહેર ગુજરાતનું સૌપ્રથમ ડસ્ટબીન ફ્રી સિટી બન્યું
Live TV
-
પેટલાદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણમાં સફાઈની કામગીરી સાથે, સ્વચ્છતાના સાધનો માટે વેસ્ટમાંથી બેસ્ટ એટલે કે ભંગારમાંથી ડસ્ટબીન બનાવીને શહેરમાં જુદા જુદા સ્થળે મૂકવામાં આવ્યા હતા.
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આણંદ જિલ્લાનું પેટલાદ શહેર ગુજરાતનું સૌપ્રથમ ડસ્ટબીન ફ્રી સિટી બન્યું છે. પેટલાદ શહેરમાં અગાઉ જ્યાં ગંદકી, કચરા પેટી અને ખુલ્લા શૌચાલય હતા, ત્યાં સ્વચ્છતા સાથે ફૂલ છોડના કૂંડા મૂકી સુશોભન કરવાનો અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પેટલાદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણમાં સફાઈની કામગીરી સાથે, સ્વચ્છતાના સાધનો માટે વેસ્ટમાંથી બેસ્ટ એટલે કે ભંગારમાંથી ડસ્ટબીન બનાવીને શહેરમાં જુદા જુદા સ્થળે મૂકવામાં આવ્યા હતા. અગાઉ પેટલાદમાં 123 કચરાપેટી હતી, જે ઘટાડીને 2017માં 78, વર્ષ 2018માં 22 અને વર્ષ 2019માં એક પણ રખાઈ નથી.
પેટલાદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત સફાઇ કામગીરી સાથે સ્વચ્છતાના સાધનો માટે વેસ્ટ માથી બેસ્ટ ભંગારની વસ્તુઓમાંથી ડસ્ટબીન બનાવીને શેહેરમા મુકવામા આવ્યા હતા. સૌ પ્રથમ વર્ષ 2016માં પેટલાદમાં જુદા-જુદા સ્થળે 123 કચરાપેટી હતી. જે ઘટાડીને વર્ષ 2017માં 78, વર્ષ 2018માં 22 અને વર્ષ 2019માં એકપણ રખાઇ નથી. આમ ત્રણ વર્ષ અગાઉ 123 કચરાપેટી મુકત શહેર હાલ બની ચુકેલ છે હાલ જોઇ એ તો પેટલાદના લોકોની આદત બદલાઇ રહી છે, પેટલાદ બદલાઇ રહ્યું છે. જેના પરિણામે હવે શહેરમાં એકપણ કચરાપેટી રાખવામાં આવી નથી.
હાલમાં પેટલાદમાં 100 ટકા ડોર ટુ ડોર કચરો એકત્ર કરવામાં આવે છે. જેની માટે 54 વાહનો અને 209 વ્યક્તિનો સ્ટાફ રખાયો છે. આ ઉપરાંત રૂ.35 લાખના ખર્ચે ઘરે ઘરે ડસ્ટબીન આપવામાં આવ્યા છે. દરેકને કચરો પોતાના ઘરમાં કે દુકાનમાં રાખેલા ડસ્ટબીનમાં જ નિકાલ કરવાની આદત કેળવવામાં આવી છે. માર્ગો પર કચરા અને ગંદકીથી ખદબદતી કચરાપેટીના સ્થાને ફૂલના છોડ સાથેના કુંડા મૂકીને શોભા વધારાઈ તેમજ કચરો પેટલાદ શહેરમાં કચરો ફેંકનારને રૂ.200થી લઇને રૂ.1000 સુધીનો દંડ કરવામાં આવે છે. એમાં જો જે તે વ્યક્તિ દ્વારા કચરો ઉપાડી લેવામાં આવે તો દંડ ભરવામાંથી મુક્તિ મળી શકે છે. પેટલાદ પાલિકાને દર મહિને દંડની સરેરાશ રૂ.15000 થી રૂ.20000 ની આવક થાય છે જો આ પધ્ધતિ ગુજરાતની દરેક નગરપાલિકા અપનાવે તો વડાપ્રધાનનુ સ્વચ્છ ભારત મિશન સાકાર થઈ શકે છે.
