Skip to main content
Settings Settings for Dark

ભરૂચ જિલ્લામાં તથા સુરત ગ્રામ્યમાં ટ્રાન્સફોર્મર તોડી કોપર ચોરી કરનાર ટોળકીનો ભેદ ઉકેલાયો

Live TV

X
  • ન્સફોર્મર ચોરીના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ ગેંગના 4 સાગરીતોને એલસીબી પોલીસે મધ્યપ્રદેશના ઝાંબુઆ ખાતેથી ઝડપી પાડ્યા

    ભરૂચ જિલ્લામાં તથા સુરત ગ્રામ્ય વિસ્તારમાં ટ્રાન્સફોર્મર તોડી કોપર ચોરી કરનાર ટોળકીનો ભેદ ઉકેલાયો છે. ટ્રાન્સફોર્મર ચોરીના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ ગેંગના 4 સાગરીતોને એલસીબી પોલીસે મધ્યપ્રદેશના ઝાંબુઆ ખાતેથી ઝડપી પાડ્યા છે. આ ગેંગે અસંખ્ય પ્રમાણમાં D.G.V.C.L ના ટ્રાન્સફોર્મર તોડી તેમાંથી કોપર ચોરી કર્યું હોવાના અનેક બનાવો બન્યા હતા. તેમણે સુરવાડી, પુનગામ, બોરીકા, આંબોલી, પાનોલી તથા સુરત ગ્રામ્ય વિસ્તારમાં ચોરી કરી હતી. પોલીસે આરોપીઓને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    ભરૂચ જીલ્લાના અંકલેશ્વર વિસ્તારના સુરવાડી, નવાદીવા, જુના દીવા, નવી દીવી, પુનગામ, બોરીદ્રા, જુના બોરભાઠા બેટ, આંબોલી, પાનોલી, આલુંજ, ભરણ ગામોમા તથા સુરત ગ્રામ્ય વિસ્તારના હથુરણ,ધામરોડ, તરસાલી, દીણોદ, નંદાવ,કોસંબા વિસ્તારમાં આવેલ સીમ ખેતરોમા અસંખ્ય પ્રમાણમાં D.G.V.C.L ના ટ્રાન્સફોર્મર  તોડી તેમાનુ કોપર ચોરી કરવાના અસંખ્ય બનાવો બનવા પામેલ હતા અને છેલ્લા દોઢ વર્ષમાં ટ્રાન્સફોર્મર ચોર ટોળકીએ આ વિસ્તારોમાં આંતક મંચાવ્યો હતો.આ દરમ્યાન ગત માર્ચ મહિનામાં એક ધાડનો ગુનો પણ અંકલેશ્વર સુરવાડી ગામની સીમમા ખેતરમાં ઘર બાંધીને રહેતા મહેંન્દ્રસીંહ ડાભી તથા તેના પરિવાર પર અજાણ્યા આરોપીઓએ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી મોબાઇલની લુંટ કરી તેમના ઘર નજીકના ૦૩ ટ્રાન્સફોર્મર તોડી તેમાનુ કોપર કાઢી લઇ ગયેલ જે બાબતે અંકલેશ્વર શહેર પો.સ્ટે.માં ધાડનો ગુનો નોંધાયેલ હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply