ભરૂચ દુધધારા ડેરીએ દૂધના કિલોફેટના ભાવમાં કર્યો વધારો
Live TV
-
ભરૂચ દુધધારા ડેરી દ્વારા દુધના કિલોફેટના ભાવ વધારી રૃા.710 કરાયા છે જેના પગલે ભરૂચ અને નર્મદા જિલ્લાના 65000 પશુપાલકોને આ ભાવ વધારાથી ફાયદો થશે.
ભરૂચ દુધધારા ડેરીએ દૂધના કિલોફેટના ભાવમાં વધારો કરીને કુલ 710 રૂપિયા ભાવ કર્યો છે. જેનાં પગલે ભરૂચ અને નર્મદા જિલ્લાના પશુપાલકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આ સાથે જ દુધધારા ડેરી રાજ્યમાં સૌથી વધુ કિલો ફેટના ભાવ ચુકવતી ડેરી બની છે. ત્યારે ડેરી દ્વારા કરવામાં આવેલ ભાવવધારાનો સીધો લાભ જિલ્લાના 65 હજાર પશુપાલકોને મળશે. નોંધનીય છે કે દુધધારા ડેરીમાં રોજનું ત્રણ લાખ લીટર દુધ ઠલવાય છે. ડેરી દ્વારા અગાઉ કિલોફેટનો ભાવ રૂપિયા 635 હતો તે 15 દિવસ બાદ રૂપિયા 670 અને તેના 15 જ દિવસમાં રૂપિયા 710 કરવામાં આવ્યો હતો.
વરસાદની ખેંચ વચ્ચે જયાં એક તરફ ઘાસચારાના સંકટનો તોળાટો ભય અને દાણના ભાવ વધતા પશુપાલકોને સહાયરૃપ થવા ભરૂચ દુધધારા ડેરી દ્વારા દુધના કિલોફેટના ભાવ વધારી રૃા.710 કરાયા છે જેના પગલે ભરૂચ અને નર્મદા જિલ્લાના 65000 પશુપાલકોને આ ભાવ વધારાથી ફાયદો થશે. ભરૂચ જિલ્લા સહિત રાજયભરમાં જુનના અંત છતાં ચોમાસાની જમાવટ નહીં થતા પાણી સહિત ઘાસચારાની સમસ્યાનું સંકટ તોળાય રહ્યુ છે. બીજી તરફ ખેડૂતોને પણ વરસાદના અભાવે વાવણી ન થઈ શકતા સ્થિતિ દિન-પ્રતિદિન કથળી રહી છે. પશુપાલકોને સહાયરૃપ થવાના ભાગરૃપે ભરૂચની દુધધારા ડેરી દ્વારા દુધના કિલોફેટના ભાવ વધારી રૃા.710 કરવામાં આવ્યા છે. જેની સાથે જ રાજયભરમાં દુધધારા ડેરી સૌથી વધુ કિલો ફેટનો ભાવ ચુકવતી થઈ ગઈ છે. આ ભાવવધારાના કારણે દાણના વધેલા ભાવો સામે ભરૃચ તેમજ નર્મદા જિલ્લાના પશુપાલકોને રાહત સાંપડશે. દુધધારા ડેરીમાં રોજીંદુ ત્રણ લાખ લીટર દુધ ઠલવાય છે. વરસાદ ખેંચાતા દાણના ભાવો વધતા ડેરીના 65 હજાર પશુપાલકો મુશ્કેલીમાં મુકાઈ તેવી સ્થિતિ સર્જાય હતી. જેને જોતા ચેરમેન ઘનશ્યામ પટેલ દ્વારા કિલો ફેટનો ભાવ વધારી રૃા.710કરવામાં આવ્યો છે.
