Skip to main content
Settings Settings for Dark

રાજ્યના તમામ જીલ્લામાં મેઘરાજાની પધરામણી, લોકોને ગરમીના ઉકળાટમાંથી મળ્યો છૂટકારો

Live TV

X
  • છેલ્લા 24 કલાકમાં રાજ્યના તમામ જીલ્લામાં વરસાદ, અમદાવાદમાં મોડી રાત્રે અને વહેલી સવારે ધીમી ધારે વરસાદ

    રાજ્યના તમામ જીલ્લામાં મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના તમામ જીલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં મોડી રાત્રે અને વહેલી સવારે ધીમી ધારે વરસાદ વરસ્યો. જેના પગલે શહેરીજનોને ગરમીના ઉકળાટમાંથી છૂટકારો મળ્યો છે. સુરત જિલ્લાના રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધીના આંકડા જોઈએ તો, બારડોલી 7 મીમી, ચોર્યાસી 11 મીમી, પલસાણા 66, માંડવી 31, મહુવા 17, કામરેજ 110 મીમી, માગરોલ 103 મીમી અને સુરત સીટી 5 મીમી વરસાદ નોંધાયો. આ બાજુ ગીર સોમનાથ, વેરાવળ અને તાલાળા તાલુકાના ગ્રામ્ય પંથકમાં મેઘસવારી થઈ છે.

    ગીરના જંગલ અને ગિરગઢડા પંથકમાં મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે. જીલ્લાના નદી નાળાઓમાં નવા નીરની આવક થતા ધરતી પુત્રો ખુશ ખુશાલ થયા છે. તો ભરૂચ જિલ્લામાં સર્વત્ર વરસાદની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં ભરૂચમાં 4.7, અંકલેશ્વર 6.8, જંબુસર 1.7, વાગરા 07મી.મી, આમોદ 03મી.મી., હાંસોટ 1.7 મી.મી., વાલીયા 2.5, ઝઘડીયા 1.2 અને નેત્રંગમાં 16 મી.મી. વરસાદ નોંધાયો છે. આ બાજુ તાપી-જિલ્લાના વ્યારા સહિત કેટલાક વિસ્તારોમાં રાત્રી દરમ્યાન વરસાદ પડ્યો હતો.

    ડાંગ જિલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ છે, હાલ ઝરમર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આ બાજુ નવસારી જીલ્લામાં મધરાત્રી દરમ્યાન ધીમીધારે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. બીજી બાજુ ખેડૂતો પણ આનંદની લાગણી અનુભવી રહ્યા છે. ડાંગ જીલ્લાના ગિરીમથક સાપુતારા સહિત તમામ તાલુકામાં મધ્યમથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વઘઈમાં 28મીમી, અને આહવામાં 2 કલાકમાં 10મીમી વરસાદ ખાબક્યો. છોટાઉદેપુર જીલ્લામાં ક્વાંટ તાલુકામાં અઢી ઈંચ, પાવીજેતપુરમાં એક ઈંચ અને બોડેલીમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply