ગીરઃ જર્મનીના કોલર આઈડીથી સિંહ પર રખાશે દેખરેખ
Live TV
-
પાંચ કરોડના ખર્ચે વનવિભાગે જર્મનીથી મંગાવ્યા 75 રેડિયો કોલર આઈડી
જેમ જેમ સિંહોની વસ્તી વધતી જાય છે તેમ તેમ સિંહોનો વિસ્તાર પણ વધતો જાય છે. સિંહોના વધતા વિસ્તારના કારણે સિંહ પરની દેખરેખમાં સરળતા પડે તે માટે તેમજ સાવજોના સંરક્ષણ માટે વનવિભાગે નવી ટેક્નોલોજી અપનાવી છે.
વિશ્વ પ્રસિદ્ધ એવા ગીરમાં વસવાટ કરતા એશિયાઇ સાવજો ઉપર દેખરેખ રાખવા માટે વન વિભાગ દ્વારા હવે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરાયો છે. જેમાં પ્રથમ તબક્કામાં પાંચ કરોડના ખર્ચે જર્મનીથી ૭૫ કોલર આઈડી મંગાવ્યા છે. જેમાં આજ સુધીમાં પાંચ જિલ્લામાં ૨૫ સિંહોને આ કોલર આઈડી લગાવવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જે ૨૫ સિંહોની પળે-પળની હરકત ઉપર વનવિભાગ એક જ સ્થળેથી નજર રાખી શકશે.
જુનાગઢના મુખ્ય વન સંરક્ષક દુષ્યંત વસાવડાએ કહ્યું હતું કે,'કાલ સુધીમાં અમે 25 સિંહોને રેડિયો કોલરથી સજ્જ કર્યા છે. અમે હાલ જે રેડિયો કોલર કરી રહ્યાં છે તે GPS બેઝ્ડ઼ ટેક્નોલોજી પર આધારીત છે. જેનું સીધું જ સેટેલાઈટ સાથે લિક છે. આ માટે સાસણમાં હાઈટેક મોનિટરિંગ સેલ બનાવવામાં આવ્યું છે. જીપીએસ સાથે લિંક હોવાના કારણે અમને પ્રાણીની ગતિવિધિ તરત જ જાણવા મળશે.'
