વિશ્વ વિભૂતિ હેલન કેલરના જન્મદિને મુખ્યમંત્રીએ મૂક બધિર બાળકો સાથે કરી ગોષ્ઠિ
Live TV
-
ગાંધીનગરમાં સી.એમ. હાઉસના મહેમાન બન્યા 21 મૂક-બધિર બાળકો
આજે મૂક-બધિર વિશ્વ વિભૂતિ હેલન કેલરનો જન્મદિવસ છે. હેલન કેલરના જન્મદિવસ પર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોમન મેનની સહજ સંવેદનાથી અમદાવાદના મૂક બધિર બાળકો સાથે સંવાદગોષ્ઠિ કરી કરી હતી. આ અંતર્ગત 21 મૂક-બધિર બાળકો ગાંધીનગરમાં સી.એમ. હાઉસના મહેમાન બન્યા હતાં.
અમદાવાદના આશ્રમ રોડ સ્થિત મૂક-બધિર શાળાના 21 જેટલા બાળકોએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની મુલાકાત કરી હતી નોંધનીય છે કે મૂક-બધિર બાળકો-વ્યકિતઓ સાથે સંકળાયેલી સંસ્થાઓ દ્વારા 27 જૂન બધિર અને પ્રથમ દ્રષ્ટિહિન વિશ્વખ્યાત કવિયત્રી, લેખિકા, વ્યાખ્યાતા હેલન કેલરની જન્મજ્યંતિ તરીકે મનાવવામાં આવે છે. આ સંદર્ભમાં અમદાવાદની બહેરા-મૂંગા શાળા સોસાયટી, આશ્રમ રોડની શાળાના 21 જેટલા બાળકોએ વિજયભાઇ રૂપાણી સાથે સક્ષમ સેવા સંસ્થાના માધ્યમથી મુલાકાત કરી હતી.
મુખ્યમંત્રીએ આ બાળકો પાસેથી સંવેદનાસભર સહજ સંવાદ-વાર્તાલાપ કરીને તેમને અપાતી સુવિધાઓ-શિક્ષણ વગેરે અંગેની વિગતો મેળવી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રીએ હેલન કેલરના જીવન કવનમાંથી પ્રેરણા લઇ આ બાળકોને પણ સફળતાનો પથ કંડારવા શીખ આપી હતી. વિજયભાઇ રૂપાણીએ આ મૂક-બધિર ભૂલકાંઓ સાથે કોમન મેન સી.એમ તરીકે એક કલાક જેવો સમય વિતાવી સંવેદનશીલ વ્યકિતત્વનો પરિચય કરાવ્યો હતો.
