Skip to main content
Settings Settings for Dark

આણંદ:પ્રાણી કલ્યાણની વિવિધ પ્રવૃત્તિ માટે તૈયાર કરવામાં આવેલ કચેરીનું લોકાર્પણ

Live TV

X
  • શ્વાનમાં કુટુંબ નિયોજનના ઓપરેશન, બિનવારસી પશુઓની સારવાર સંબંધી કામગીરી કરવામાં આવશે

    આણંદમાં પ્રાણી કલ્યાણની પ્રવૃત્તિ માટે તૈયાર કરવામાં આવેલી કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.છેલ્લા ઘણા સમયથી પશુઓ ઉપર અત્યાચાર અને હત્યાના બનાવો બનતા જોવા મળ્યા છે.આ કચેરી શરૂ થતાં આણંદ જિલ્‍લાની પશુ અત્‍યાચાર નિવારણ સોસાયટી એસપીસીએ અહીંથી કામગીરી શરૂ કરશે. મુંગા પશુઓના કલ્યાણ માટે દરેક જિલ્લામાં જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્‍લા પ્રાણી અત્‍યાચાર નિવારણ સોસાયટી કાર્યરત કરવામાં આવી છે. આ કચેરીનો પ્રારંભ થતાં આ સંસ્‍થા દ્વારા પોલીસ કેસ હેઠળ પકડાયેલા અને સરકાર માન્‍ય ઇન્‍ફરમરીઝમાં રાખવામાં આવેલ પશુઓનો નિભાવ ખર્ચ આપવામાં આવશે. જિલ્‍લામાં પશુ અત્‍યારચાર સંબંધી કેસોમાં પીસીએ એકટની વિવિધ જોગવાઇઓનો અમલ કરવામાં આવશે. જિલ્‍લામાં પ્રાણી કલ્‍યાણનું કામ કરતી વિવિધ સેવાભાવી સંસ્‍થાઓની જિલ્‍લા વહીવટીતંત્ર સાથે સંકલન સંબંધિત કામગીરી અને સંશાધનોની અનુકૂળતા થયે શ્વાનમાં કુટુંબ નિયોજનના ઓપરેશન, બિનવારસી પશુઓની સારવાર સંબંધી કામગીરી કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply