દીવ: હવાઈ મથક પર ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા ઇમર્જન્સી મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું
Live TV
-
દીવ હવાઈ મથક પર ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા ઈમરજન્સી મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ શું કરવું તેની મોકડ્રીલ યોજાઈ હતી.આ ડ્રીલ માં કેન્દ્રિય ઔદ્યોગિક સુરક્ષા દળ, શહેરી ફાયર બ્રિગેડ વિભાગ તેમજ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો પણ હાજર રહ્યા હતા.ઇમર્જન્સીના સમયમાં કઈ રીતે લોકોને બચાવવા અને કઇ રીતે સારવાર પહોંચતી કરવી જેવા વિષયો પણ આવરી લેવામાં આવ્યા હતા. દીવના સરકારી વિભાગ તરફથી ડેપ્યુટી કલેકટર હરમિન્દર સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા.દીવ હવાઈ મથકના નિર્દેશક શફીક ઉસ્માન શાહે સૌને સંબોધિત કરતા કહ્યું હતું કે, કોઈ પણ પ્રકારની આપત્તિની સ્થિતિમાં આપણે આ રીતે જ તૈયાર રહેવાનું છે તેમ જણાવ્યું હતું.
