Skip to main content
Settings Settings for Dark

રાજ્યના 33 જિલ્લાના 34 કેન્દ્ર પર ગુજકેટની પરીક્ષા લેવાઈ, કોરોના ગાઈડલાઈનનું કરાયું પાલન

Live TV

X
  • ગુજકેટની આ પરીક્ષામાં એ ગ્રુપના 48 હજાર અને બી ગ્રુપના 70 હજાર વિધાર્થીઓ થઈ કુલ 1,18,000 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે

    રાજ્યમાં કોરોના મહામારી વિદ્યાર્થીઓ માં વધારે ના ફેલાય અને સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે  તે  હેતુ થી ઘણા સમયથી ઓનલાઈન શિક્ષણ લેવામાં આવી રહ્યું છે અને માસ પ્રમોશન કરાવી વિદ્યાર્થીઓને આગળ વર્ષમાં માસ પ્રમોશન આપવામાં આવ્યુ હતું .ત્યારે ગુજરાતમાં કોરોના કેસ ઘટતા ગુજરાત માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા કોરોનાના નિયમોના ચુસ્ત પાલન સાથે રાજ્યના 33 જિલ્લાના 34 કેન્દ્ર પર ગુજકેટની પરીક્ષા લેવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા જણાવ્યા મુજબ ગુજકેટની આ પરીક્ષામાં એ ગ્રુપના 48 હજાર અને બી ગ્રુપના 70 હજાર વિધાર્થીઓ થઈ કુલ 1,18,000 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. આ માટે શિક્ષણ વિભાગ સહિત 10 હજારથી વધુનો સરકારી સ્ટાફ પરીક્ષાના આયોજનને સફળ બનાવવા માટેની વ્યવસ્થામાં જોડાયેલા છે. રાજ્યના વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ 12માં માસ પ્રમોશનની ફોર્મ્યુલા મુજબ ઉત્તીર્ણ થયેલ વિધાર્થીઓના આગળના અભ્યાસક્રમમાં પ્રવેશ નક્કી કરવા આ પરીક્ષા લેવામાં આવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply