ફિક્કી ફ્લો અમદાવાદ દ્વારા રાજયના હાથ વણાટના કારીગરો માટેના બે દિવસીય પરિસંવાદ
Live TV
-
ફિક્કી ફ્લો અમદાવાદ દ્વારા રાજયના હાથ વણાટના કારીગરો માટેના બે દિવસીય પરિસંવાદ અને કપડાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રદર્શનમાં રાજ્યના હાથ વણાટના કારીગરોને પ્રત્સાહન મળે અને તેમના દ્વારા તૈયાર કરાયેલ કાપડ લોકોમાં લોકપ્રિય બને અને તેમાટે પ્રયત્ન કરવામાં આવ્યો આઠે કાપડમાંથી બનેલી જવેલરી પણ પ્રદર્શનમાં મુકવામાં આવી હતી. ફેશન ડિઝાઈન ઈન્સ્ટિટ્યુટના વિદ્યાર્થીઓએ ફેશનેબલ પોશાક તૈયાર કર્યા છે. આ ફેશનેબલ વસ્ત્રોનો ફેશન-શો અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં વિવિધ પ્રકારના હાથ વણાટના કાપડમાથી તૈયાર કરેલા વસ્ત્રો પહેરી વિદ્યાર્થીઓએ ફેશન શોમા ભાગ લીધો હતો.અમદાવાદ ચેપ્ટરના ચેરપર્સન નંદિતા મુન્શાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાથ વણાટના શ્રેષ્ઠ કારીગરો છે. આ કારીગરોની કલા લુપ્ત ન થાય અને તેઓને યોગ્ય દિશા અને માર્ગદર્શન મળે તેવા આશયથી આ વસ્ત્ર શોનુ આયોજન કરવામાં આવ્યું છે.અંતરિયાળ વિસ્તારમાં રહેતા કારીગરો ને પ્રત્સાહન આપવામાં આવી રહ્યું છે.
