દીવ: ઘોઘલા ખાતે યોજાયો બાળ અધિકાર અને બાળકોને લગતા કાયદા વિશે જાગૃતિ કાર્યક્રમ
Live TV
-
દીવમાં આવેલા ઘોઘલા ખાતે જીલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળ અધિકાર અને બાળકોને લગતા કાયદાઓ વિશે જાગૃકતા અંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દીવનાં કલેકટર સલોની રાય અને દીવનાં મામલતદાર સી.ડી.વાંજાનાં માર્ગદર્શન હેઠળ ખારવા સમુદાયના બહેનો માટે બાળ અધિકાર અને બાળકોને લગતા કાયદાઓ અંગે લોક જાગૃતિ કાર્યક્રમનું આયોજન ઘોઘલા કોમ્યુનીટી હોલ ખાતે કરવામાં આવેલ હતું.આ કાર્યક્રમનું આયોજન જીલ્લા બાળ સુરક્ષા એકમ દીવનાં જીલ્લા બાળ સુરક્ષા અધિકારી મૈત્રી ભટ્ટની દેખરેખ હેઠળ કરવામાં આવેલ હતું. આ સમગ્ર કાર્યક્રમ સામાજિક અંતર સાથે કરવામાં આવેલ હતો.
આ કાર્યક્રમ સ્ટેટચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટી દાદરા નગર હવેલી અને દમણ અને દીવના પ્રોગ્રામ મેનેજર સંજીવ પંડ્યાનાં નિર્દશનમાં આયોજન કરવામાં આવેલ હતું.જીલ્લા બાળ સુરક્ષા એકમ દીવ દ્વારા બાળકોના બાળ અધિકાર અને બાળકોને લગતા કાયદાઓ વિશે માહિતી આપી હતી. વધુમાં ચાઇલ્ડ હેલ્પ લાઇન નંબર ૧૦૯૮ વિશે માહિતી આપી હતી. તેમજ વધુમાં જણાવ્યું કે જીલ્લા બાળ સુરક્ષા એકમ બાળકોના અધિકારો અને બાળ સંરક્ષણ પર કામ કરે છે. જેમાં રક્ષણ અને જરૂરીયાત ધરાવતા બાળકો અને કાયદાનાં સંઘર્ષમાં આવેલા બાળકોને સમાવેશ થાય છે. ભારતનાં બંધારણની જોગવાઈઓ થકી બાળકોને જન્મથી જ મળી જતા મૂળભૂત અધિકારો વિશે માહિતી આપવામાંઆવી હતી. બાળમજૂરી અને બાળયૌન શોષણ જેવા સામાજીક દૂષણને દૂર કરવા માટે જ આ માહિતી અને સમજણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ જીલ્લા બાળ સુરક્ષા એકમ દીવના કર્મચારીના સંયુક્ત પ્રયાસો સાથે સફળતા પૂર્વક યોજાયો હતો.
