ખેડૂતોને કડાણા - નર્મદામાંથી 65,000 ક્યુસેક પાણી 15 દિવસ માટે અપાશે: નીતિન પટેલ
Live TV
-
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી રાજય સરકારે ખેડૂતો માટે કડાણા ડેમમાંથી 3000 ક્યુસેક અને નર્મદામાંથી 3500 ક્યુસેક આમ કુલ મળી 6500 ક્યુસેક પાણી સિંચાઇ માટે 15 દિવસ સુધી આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આગામી 2 દિવસમાં આ પાણી મળતું થઇ જશે. જેના પરિણામે કડાણા જમણા કાંઠા નહેરના કમાન્ડ વિસ્તારમાં આવતા1,60,000 હેક્ટર વિસ્તારના લાખો ખેડૂતોને લાભ થશે.
આણંદ અને ખેડા જિલ્લાના લોકપ્રતિનિધીઓ, સાંસદ સભ્યો અને ધારાસભ્યઓ દ્વારા મહી જમણા કાંઠાના નહેર યોજનાના કમાન્ડ વિસ્તારોમાં ડાંગરનો ધરૂ અને અન્ય પાકોમાં વરસાદ ખેંચાતા પાણીની જરૂરિયાત ઉભી થતાં પાણી છોડવા માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરાતા આ નિર્ણય કરાયો છે.
આ સાથે વધુમાં તેમણે જણાવ્યું કે 1,60,000 હેક્ટર વિસ્તારમાં ડાંગરનું ધરૂ અને તેના વાવેતરની પ્રક્રિયા ચાલુ હોવાથી ડાંગરનો પાક હાલમાં કટોકટીમાંથી પસાર થઇ રહ્યો છે અને પાક સૂકાઈ રહ્યો છે. જેથી આણંદ અને ખેડા જિલ્લાના લાખો ખેડૂતોને મદદરૂપ થવા માટે સિંચાઇ વિભાગ દ્વારા કડાણા ડેમમાંથી 3000 ક્યુસેક અને સિંચાઇ વિભાગની માંગણી ધ્યાને લઇ, સરદાર સરોવર નર્મદા નિગમ લી. (નર્મદા વિભાગ) દ્વારા 3500 ક્યુસેક વધુ પાણી આપી કુલ 6500 ક્યુસેક પાણી મહી જમણા કાંઠા સિંચાઇ વિસ્તારમાં આપવા માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતને ધ્યાને લઇ નિર્ણય કરવામાં આવ્યો છે.
