મુખ્યમંત્રીના હસ્તે ભૂજથી કિસાન સન્માન દિવસનો રાજ્યકક્ષાના કાર્યક્રમનો પ્રારંભ
Live TV
-
રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં આજે કિસાન સન્માન દિવસ તરીકે ઉજવણી થઈ રહી છે. જેના ભાગરુપે મુખ્યમંત્રી વિજય રુપાણીએ ભૂજથી કિસાન સન્માન દિવસનો રાજ્યકક્ષાના કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો છે. આ ઉજવણી અંતર્ગત વિજય રુપાણીએ રાજ્યભરના ખેડૂતોને દિવસે વિજળીની ભેટ આપી છે.
કિસાન સૂર્યોદય યોજના હેઠળ 3 હજાર 915 ગામોના 4.47 લાખથી વધુ ખેડૂતોને રાત્રિના ઉજાગરામાંથી મુક્તિ મળશે. આજથી વધુ 1 હજાર 501 ગામોના ખેડૂતોને સિંચાઈ માટે દિવસે પણ વીજળી આપવાના કાર્યક્રમનો શુભારંભ થયો છે. સમારોહને સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકારે 5.30 લાખ કૃષિ વીજ કનેક્શન આપ્યા છે. નર્મદાના નીર કચ્છ સુધી પહોંચાડીને પાણીદાર કચ્છ બનાવવાની રાજ્ય સરકારની નેમ છે.ખેડૂતો આધુનિક ખેતી કરે તે માટે આગામી સમયમાં 100 FPO નું નિર્માણ કરવામાં આવશે. કચ્છમાં પણ કૃષિ યુનિવર્સિટીની કોલેજ ચાલુ કરવામાં આવશે.
