આણંદમાં નવનિર્મિત છાત્રાલયનું લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી
Live TV
-
આણંદ ખાતે આવેલ ચારૂતર વિદ્યામંડળ તેમજ સીવીએમ યુનિવર્સિટી દ્વારા નિર્મીત વિંધ્ય-ગિરનાર એ.એમ.નાયક સ્કોલર્સ અદ્યતન છાત્રાલયનું લોકાર્પણ નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે કરવામા આવ્યું હતું.
આણંદ ખાતે આવેલ ચારૂતર વિદ્યામંડળ તેમજ સીવીએમ યુનિવર્સિટી દ્વારા નિર્મીત વિંધ્ય-ગિરનાર એ.એમ.નાયક સ્કોલર્સ અદ્યતન છાત્રાલયનું લોકાર્પણ નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે કરવામા આવ્યું હતું. એ. એમ. નાયક હાઉસ ઓફ સ્કોલર્સનું નિર્માણ બી.વી.એમ.ના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને સામાજિક ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા લાર્સન એન્ડ ટુબ્રો ગૃપના ચેરમેન અને પદ્મ વિભૂષણ એ. એમ. નાયક દ્વારા થયું છે. નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇએ આ પ્રસંગે ચરોતર વિદ્યામંડળને અભિનંદન આપીને ભાઇકાકા અને ભીખુભાઇ પટેલની દીર્ઘદ્રષ્ટિને બિરદાવી હતી.
