ગુજરાત સરકારની કાર્યસિદ્ધિના પાંચ વર્ષ નિમિત્તે 1થી 9 ઓગસ્ટ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું
Live TV
-
મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મંત્રીઓ અને સ્થાનિક પધાધિકારીઓની હાજરીમાં લોકાર્પણ-ખાતમૂહૂર્ત અને લાભાર્થીઓને સહાય વિતરણ થશે.
અમદાવાદ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોના અમલીકરણ સંદર્ભે જિલ્લા કલેકટર સંદીપ સાંગલેની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ. ગુજરાત સરકારના સુશાસનના પાંચ વર્ષના અવસર પ્રસંગે ૧લી ઓગસ્ટ થી ૯મી ઓગસ્ટ સુધી થીમ આધારિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત અમદાવાદ જિલ્લામાં પણ વિવિધ તાલુકાઓમાં આ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું છે. આ સંદર્ભે અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાંગલેની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે કાર્યક્રમના સુચારું આયોજન અને અમલીકરણ માટે જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.
જિલ્લા કલેકટરે જિલ્લાોના અમલીકરણ અધિકારીઓ દ્વારા તૈયાર કરેલા કાર્યક્રમોની વિગતો મેળવી હતી અને આ સંદર્ભે જરૂરી સૂચના આપી હતી. સાથે સાથે કોરોના ગાઇડ લાઇનનું પાલન થાય તે મુજબ આયોજન ઘડી કાઢવા જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટરે વિવિધ સ્થળોએ એલ.ઇ.ડી. કે ટીવી પ્રોજેકટરથી જોઇ શકાય તેવી વ્ય વસ્થાઘ અને વીજ પુરવઠો કાર્યક્રમ સ્થળે જળવાઇ રહે તેવી વ્યવસ્થાર ગોઠવવા સબંધિત અધિકારીને સૂચના આપી હતી.
રાજયકક્ષાના મુખ્યે કાર્યક્રમોની સાથે જિલ્લાાના મુખ્યઘ કાર્યક્રમ તેમજ તાલુકા લેવલે યોજાતા કાર્યક્રમોનુ; પણ વ્યવસ્થિત આયોજન થાય તે જોવા સબંધિત લાઇન ડીપાર્ટમેન્ટવના અધિકારીઓને આદેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના પાંચ વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે વિવિધ કાર્યક્રમો આયોજીત કરવામાં આવ્યા છે. જેમાં ૧લી ઓગસ્ટે જ્ઞાનશકિત દિવસ, ૨જીએ સંવેદના દિવસ, ૩જી ઓગસ્ટે અન્નોત્સતવ દિવસ, ૪થીએ મહિલા ગૌરવ દિવસ, ૫મી ઓગસ્ટે કિસાન સન્માન દિવસ, ૬ ઓગસ્ટે રોજગાર દિવસ, ૭મી ઓગસ્ટે વિકાસ દિવસ, ૮મી ઓગસ્ટે શહેરી જન સુખાકારી દિવસ, ૯મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે.
અમદાવાદ જિલ્લામાં પહેલી ઓગસ્ટ -જ્ઞાનશક્તિ દિન નિમિત્તે ધોલેરા તાલુકાના હેબતપુર ખાલી માધ્યમિક શાળા, બાવળા તાલુકાના રજોડા ખાતે બોયઝ હોસ્ટેલનું લોકાર્પણ- ખાતમુર્હુત યોજાશે. આ ઉપરાંત અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી, GTU, IIT-RAM,ગુજરાત આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, ગવર્મેન્ટ કોલેજ નરોડા તેમજ નિરમા યુનિવર્સિટી ખાતે લાભાર્થીઓને વિવિધ સહાય વિતરણના કાર્યક્રમો પણ યોજાશે.
