આણંદમાં નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
Live TV
-
નાયબ મામલતદાર આકાશ ઠક્કરે 6 હજાર 500ની લાંચ માંગી હતી
આણંદના જિલ્લાના કહાનવાડી ગામની 25 ગુંઠા જમીનની દસ્તાવેજના આધારે કાચી નોંધ પડી ગયા બાદ પાકી નોંધ પ્રમાણિત કરવા નાયબ મામલતદાર આકાશ ઠક્કરે 6 હજાર 500ની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ના હોય તેંમણે એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કરીને આણંદ એસીબી પોલીસ મથકે આવીને ફરિયાદ આપી હતી. જેના આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જે અનુસાર ફરિયાદી આંકલાવની મામલતદાર કચેરીએ આવેલા મતદારયાદી/ઈ-સ્ટેમ્પીંગ રૂમમાં ગયા હતા. જ્યાં નાયબ મામલતદાર આકાશ ઠક્કરે લાંચની રકમ કોમ્પ્યુટર ઓપરેટરને આપી દેવાનું જણાવ્યું હતુ. જ્યાં કોમ્પ્યુટર ઓપરેટર 6500ની લાંચની રકમ સ્વીકારી હતી. એ સાથે જ છટકામાં ગોઠવાયેલા એસીબીના પીઆઈ એમ. એલ. રાજપુત અને જવાનો ત્રાટક્યા હતા અને બંનેને ઝડપી પાડીને તેમના વિરૂદ્ઘ કાર્યવાહી હાથ ધરી હતી.
