આણંદ: ખંભાતમાં કોમી તોફાનો બાદ પોલીસ સતર્ક થતા જનજીવન પડ્યું થાળે,અત્યાર સુધીમાં 102 જેટલા આરોપીઓની કરવામાં આવી છે ધરપકડ
Live TV
-
આણંદના ખંભાતમાં કોમી તોફાનો બાદ પોલીસ સતર્ક થતા હવે જનજીવન ધીમે ધીમે થાળે પડી રહ્યુ છે. ત્યારે તોફાનો સંદર્ભમાં દાખલ કરવામાં આવેલા અલગ અલગ ગુનાઓમાં અત્યાર સુધીમાં 102 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
DYSP ભારતી પંડ્યાએ માહિતી આપતા જણાવ્યું કે, આરોપીઓની ધરપકડ કરવા માટે ખાસ સ્ક્વોડ બનાવવામાં આવી છે અને અત્યારે અન્ય ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે ટેકનીકલ સર્વેલન્સની મદદ લેવામાં આવી રહી છે. તેમજ અન્ય પાંચ ટીમ સતત કામ કરી રહી છે.
આ સાથે સોશિયલ મીડિયા પર પણ સતત નજર રાખવામાં આવી રહી છે અને ઉશ્કેરણી માટે ખોટી અફવા ફેલાવતા તત્વો સામે પણ આકરી કાર્યવાહી કરવામાં આવનાર છે. તેમજ જુથ અથડામણની ઘટના બાદ ઘર છોડી ગયેલા લોકોને પરત આવી જવા માટે પણ પોલીસ દ્વારા રજુઆત કરવામાં આવી છે. આ માટે સામાજીક અગ્રણીઓ સાથે શાંતી સમિતીની બેઠકો પણ યોજવામાં આવી રહી છે.
