Skip to main content
Settings Settings for Dark

ભુજ : બન્નીમાં એકસાથે 300 જેટલા સાંઢા સરિસૃપની હત્યાથી વનવિભાગ થયું દોડતું

Live TV

X
  • કચ્છના ભૂજના બન્નીમાં એકસાથે 300 જેટલા સાંઢા નામના સરીસૃપ જીવની હત્યા કરી દેવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. એકસાથે 300 જેટલા સાંઢાની હત્યાથી વનવિભાગ પણ દોડતુ થયુ છે. લાખોબાથી 7 કિલોમીટરના મેદાની વિસ્તારોમાં સાંઢા નામના જીવને તેના દરમાંથી બહાર કાઢી તેની હત્યા કરી દેવામાં આવી છે. સાંઢો એક એવુ જીવ છે જેની અંદર એક ખાસ પ્રકારનુ તેલ હોય છે જેનાથી 'વા' સહિતના હાડકાના રોગનો ઈલાજ થાય છે તેવી માન્યતા છે ઉપરાંત મર્દાનગી વધારવા માટેનુ એફ્રોડિસીયા તત્વ હોવાનુ તેના તેલમાં જોવા મળતુ હોવાની વાયકા છે. સાંઢા નામની દુર્લભ પ્રજાતિ કચ્છ જિલ્લાના માત્ર અબડાસા, લખપત અને બન્નીમાં જ જોવા મળે છે. એક સાંઢાની હત્યા માટે સાત વર્ષની કેદ અને 25000ના દંડની જોગવાઈ છે, ત્યારે હાલ આ હત્યા મામલે વનવિભાગની ટીમે તપાસ શરૂ કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply