ગુજરાત રેલવે પોલીસ દ્વારા સુરક્ષિત સફર મોબાઇલ એપનો કરાયો શુભારંભ
Live TV
-
ગુજરાત રેલવે પોલીસ દ્વારા 'સુરક્ષિત સફર' મોબાઈલ એપ્લિકેશનનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ એપ્લિકેશનથી પ્રવાસ કરનાર મુસાફરોને મુસાફરી દરમિયાન પડતી અનેકગણી મુશ્કેલીઓનું ઝડપથી સાનુકૂળ નિરાકરણ મળી રહેશે. આ એપ્લિકેશન દ્વારા મુસાફરોને ટ્રેનમા કિંમતી સામાનની લૂંટ, ધાડ, ચોરી, છેતરપિંડી, અપહરણ, અકસ્માત થયો હોય તો ક્યાં કોને જાણ કરવી? ફરિયાદ ક્યાં આપવી? ટ્રેનમાં ખોવાયેલું બાળક, શંકાસ્પદ વસ્તુઓ, ડ્રગ્સ અને દારૂની હેરાફેરી થતી હોય, શારીરિક દુર્વ્યવહાર,છેડતી કે રોમિયોગીરીના બનાવ વખતે મદદ મેળવવા તાત્કાલિક કોનો સંપર્ક કરવો? કમ્પાર્ટમેન્ટમાં અનઅધિકૃત વ્યક્તિઓનો પ્રવેશ થાય તો કોને ફરિયાદ કરવી? રેલવેમાં મુસાફરી દરમ્યાન અચાનક મદદની જરૂર પડે તો શું કરવું? વેગેરે બાબતોને ધ્યાનમાં રાખી 'સુરક્ષિત સફર' નામની મોબાઇલ એપ ગુજરાત રેલવે પોલીસે તૈયાર કરી છે. ' સુરક્ષિત સફર' મોબાઇલ એપ્લિકેશનને લોંન્ચ કરતાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હવે ગુજરાતની સ્માર્ટ પોલીસ 'સુરક્ષિત સફર' થકી શાર્પ પોલીસ બનવા માટે સજ્જ છે.
