Skip to main content
Settings Settings for Dark

તરછોડાયેલ બાળકી અંબેની સ્થિતિની જાણકારી CM રૂપાણીએ જાતે મેળવી 

Live TV

X
  • રાજકોટ જિલ્લાના ઠેબચડા ગામ પાસેથી અત્યંત ગંભીર અવસ્થામાં તરછોડાયેલી બાળકી કે જેનું નામ હાલમાં  અંબે રાખવામા આવ્યું છે અને જેની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે, તેની સારવાર અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જાતે માહિતી મેળવી હતી. 

    રાજકોટ ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા પહોંચેલા મુખ્યમંત્રીએ તેમના કાર્યક્રમોની વ્યસ્તતા વચ્ચે પણ સમય કાઢીને પોતાના પત્ની અંજલીબેન રૂપાણી સાથે બાળકીની સ્થિતિ જાણવા અને સારવાર અંગેની માહિતી મેળવવા હોસ્પિટલ પહોંચ્યા હતા. 

    જ્યાં તેમણે જણાવ્યું હતું કે, બાળકીની સારવારનો બધો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. રાજકોટ તંત્રના વખાણ કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સરકારનો મંત્ર છે કે વહીવટી વિભાગ પણ સંવેદનશીલ બને અને સાથે જ તરછોડાયેલ બાળકી ઝડપથી સાજી થાય તેવી પ્રાર્થના કરી મુખ્યમંત્રીએ પોતાની સંવેદનશીલતાનો પરિચય એક વખત ફરીથી આપ્યો હતો. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply