Skip to main content
Settings Settings for Dark

રાજકોટઃ CM દ્વારા જિલ્લા ન્યાયાલય ભવનનું લોકાર્પણ, તમામ કોર્ટ એક જ સંકુલમાં જોડાશે 

Live TV

X
  • રાજકોટ ખાતે રૂ. 118 કરોડના ખર્ચે નિર્માણ પામનાર જિલ્લા ન્યાયાલય ભવનનું આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ખાતમૂર્હુત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સુપ્રિમકોર્ટના જજ એમ આર શાહ સહિત પ્રતિષ્ઠિત ન્યાયધીશો અને વકીલો હાજર રહ્યા હતા. 

    ન્યાયતંત્ર મજબૂત હશે તો રાજ્ય સુખી બનશે તેવું જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, રાષ્ટ્રના વિકાસમાં ન્યાયતંત્રની ભૂમિકા મહત્વની છે. આથી જ રાજ્ય સરકાર ન્યાયતંત્રને પૂરતી મદદ કરવા માટે હંમેશા કટિબદ્ધ રહી છે અને રહેશે. ન્યાયમંદિર પર લોકોનો વિશ્વાસ ટકી રહે તેવા વાતાવરણનું ગુજરાતમાં નિર્માણ થયું છે.  

    હાઈકોર્ટના જજ વિક્રમ નાથે ગુજરાતમાં કાયદો, વ્યવસ્થા, અનુસાસન, ન્યાય પ્રણાલી શ્રેષ્ઠ હોવાનું જણાવી રાજકોટ ખાતે આત્યાધુનિક જિલ્લા કોર્ટ ભવન બનતા ફેમિલી કોર્ટ સહિતની તમામ કોર્ટ એક જ સંકુલમાં જોડાઈ જશે, જેથી ન્યાય પ્રક્રિયા પણ ઝડપી બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply