શક્તિ-ભક્તિના સમન્વયથી જ પ્રજાકલ્યાણના કાર્યો થઈ શકશેઃ CM રૂપાણી
Live TV
-
રાજ્ય સરકારે કરેલી સરકારી નોકરીઓમાં 33 ટકા મહિલા અનામતનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં બહેનોની સહભાગિતા વધે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.
રાજકોટ શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે જીર્ણોદ્રાર પામેલ અંબા મતાના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજરી આપી હતી. નાગરિકોમાં આધ્યાત્મિક ચેતના જગાવવામાં મંદિરોનું પ્રદાન અનેરું હોય છે, તેવું જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, શક્તિ અને ભક્તિના સમન્વયથી જ પ્રજાકલ્યાણના કાર્યો થઈ શકશે.
આ મહોત્સવ દરમ્યાન પોલીસ વિભાગના કર્મીઓને મુખ્યમંત્રી દ્વારા 'મા' વાત્સલ્ય કાર્ડનું તેમજ પોલીસ વેલફેર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત મુખ્યમંત્રીએ તીરંદાજી, ઘોડેસવારી અને રસોઈકળાની તાલીમ લીધેલા બહેનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
