સંસદના બજેટ સત્રનો બીજા ભાગનો આજથી થશે પ્રારંભ
Live TV
-
સંસદના બજેટ સત્રમાં મહિલાના ગર્ભપાત કરવાના કાયદામાં સુધારણા અને ડાયરેક્ટ ટેક્સના વિવાદથી વિશ્વાસ સુધીનાને લગતાં વિવિધ બીલો થશે રજૂ
સંસદનું બીજા તબક્કાનું સત્ર આજથી શરૂ થઇ રહયું છે. આ સત્રમાં મેડીકલ ટર્મીનેશન ઓફ પ્રેગનન્શી સુધારા બીલ અને ડાયરેકટ ટેકસ વિવાદથી વિશ્ર્વાસ બીલ-2020 સહિતના મહત્વના બીલ આ સત્રમાં પારીત થવા રજૂ થશે. આ ઉપરાંત આ સત્રમાં રેલવે, સોશ્યલ જસ્ટીસ એન્ડ પાવરમેન્ટ અને આરોગ્ય સહિતના બીલની માંગણીઓ રજુ થશે. રાજયસભામાં સેન્ટ્રલ સંસ્કૃત યુનિર્વસીટી બીલ-2019 અને એઇમ્સ એસ્ટાબ્લીસમેન્ટ એન્ડ યુનિર્વસીટી ટીચીંગ સહિતના બીલો રજૂ થશે, જે લોકસભામાં પસાર થયા છે.આ ઉપરાત નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સીસ્ટમ મેડીસીન બિલ-2019 પણ રજુ થશે. આ ઉપરાંત નેશનલ કમિશન ફોર હોમીયોપેથી બિલ-2019 પણ રજૂ થશે.
