આણંદ જિલ્લામાં વર્ષ 2023 દરમિયાન લાભાર્થીઓને કુલ 3.81 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી
Live TV
-
દિવ્યાંગ વ્યક્તિઓ પણ સમાજમાં ગૌરવપૂર્ણ રીતે રહી શકે તે માટે અનેક દિવ્યાંગ કલ્યાણકારી યોજનાઓ કાર્યરત છે. આણંદ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા જિલ્લાના દિવ્યાંગ લોકોને વિવિધ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે.
વર્ષ 2023 દરમિયાન લાભાર્થીઓને કુલ 3.81 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. જેમાં ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબિલિટી પેન્શન યોજના દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજના દિવ્યાંગ લગ્ન સહાય યોજના ગુજરાત મેન્ટલી ડિસેબિલિટી પેન્શન યોજના ઉપરાંત દિવ્યાંગ ઓળખ કાર્ડ અને દિવ્યાંગ બસ પાસ યોજના જેવી વિવિધ યોજના હેઠળ એક વર્ષ દરમિયાન 5 હજાર 550 લાભાર્થીઓને કુલ 3.81 કરોડથી વધુની સહાય ચૂકવામા આવી છે.
