પ્રોજેક્ટ ડોલ્ફીન હેઠળપહેલીવાર કચ્છ જિલ્લામાં કોરી ક્રીકથી ગાંધીધામ-કચ્છના અખાત વિસ્તારમાં ડોલ્ફીનની વસ્તી ગણતરી કરાશે
Live TV
-
પ્રોજેક્ટ ડોલ્ફીન અંતર્ગત પહેલીવાર કચ્છ જિલ્લામાં કોરી ક્રીકથી લઇને ગાંધીધામ અને કચ્છના અખાત વિસ્તારમાં ડોલ્ફીનની વસ્તી ગણતરી કરાશે. 27 ટીમો દ્વારા ગણતરી હાથ ધરવામાં આવશે, જેમાં 100 જેટલા ગણતરીકારો જોડાયા છે.
આ અંગે નલિયા ઉત્તર રેન્જના આર.એફ.ઓ. અજયસિંહ સોલંકીએ જણાવ્યું કે કચ્છના મુખ્ય વન સંરક્ષક સંદીપ કુમારના માર્ગદર્શનમાં ગણતરી માટેનું અભિયાન વનતંત્ર દ્વારા અલગઅલગ ટીમો બનાવી હાથ ધરાયું છે.
