ડાંગ જિલ્લામાં કાર્યરત પોલીસ GRD અને હોમગાર્ડ જવાનોને ઇન્ડિયા પોસ્ટ દ્વારા દસ લાખના વીમા કવર અંગે જાગૃતિ સેમિનાર યોજાયો
Live TV
-
ડાંગ જિલ્લામાં કાર્યરત પોલીસ જીઆરડી અને હોમગાર્ડ જવાનોને ઇન્ડિયા પોસ્ટ દ્વારા દસ લાખના વીમા કવર અંગે જાગૃતિ સેમિનાર યોજાયો. જેમાં પોસ્ટ દ્વારા વિવિધ વીમાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી. ડાંગ જિલ્લામાં કાર્યરત પોલીસ જવાનો હોમગાર્ડ અને જીઆરડીમાં કામ કરતા ભાઈઓ બહેનોને આહવા પોસ્ટ ઓફિસ દ્વારા અકસ્માત વીમા જેમાં વાર્ષિક 396 પ્રીમિયમ પર રૂપિયા દસ લાખના અકસ્માત વીમાં માટે ઓનલાઇન એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા.
ઇન્ડિયા પોસ્ટ દ્વારા પોલીસ જીઆરડી અને હોમગાર્ડ જવાનોને દુર્ઘટનાથી મૃત્યુમાં 10 લાખનું કવરેજ, કાયમી અને આંશિક વિકલાંગતામાં રૂપિયા 10 લાખ સુધીનું વળતર મળી રહે છે.
