આણંદ જિલ્લામાં વિદ્યાર્થીને મરણોપરાંત PhDની ડિગ્રી આપવામાં આવશે
Live TV
-
પટેલ કોલેજમાં PhDનો અભ્યાસ કરતા મુકેશ ચૌબે નામના વિદ્યાર્થીનું નવેમ્બર 2020માં કોરોનાથી નિધન થયું હતું.
આણંદ જિલ્લામાં ઈતિહાસમાં પહેલી વખત કોઈ વિદ્યાર્થીને મરણોપરાંત PhDની ડિગ્રી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જિલ્લામાં આવેલી અલ્પેશ એન. પટેલ કોલેજમાં PhDનો અભ્યાસ કરતા મુકેશ ચૌબે નામના વિદ્યાર્થીનું નવેમ્બર 2020માં કોરોનાથી નિધન થયું હતું. તેના કારણે સરદાર પટેલ યુનિવર્સિટીએ આ નિર્ણય કર્યો છે.
મરણોપરાંત PhDની ડિગ્રી આપવામાં આવશે
મુકેશ ચૌબે અલ્પેશ એન. પટેલ પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ રિસર્સ સંસ્થામાં વર્ષ 2014થી બાયો ટેક્નોલોજી વિભાગમાં PhD કરી રહ્યો હતો. આ વર્ષે તેની PhDની ડિગ્રી પૂર્ણ થવાની હતી. પરંતુ PhD પૂર્ણ થતા પહેલાં જ કોરોનાના કારણે તેનું નિધન થતા. તેને મરણોપરાંત PhDની ડિગ્રી આપવામાં આવશે. મુકેશ ચૌબેના ગાઈડ નીરજ કુમાર સિંહે કહ્યું કે યુનિવર્સિટીમાં તેના રજૂ કરેલા પેપર્સને યુનિવર્સિટીએ માન્ય રાખ્યા હતા.
