રાજકોટના જેતપુર તાલુકાના ભેડા પીપળીયા ગામમાં થયું 100% વેક્સિનેશન
Live TV
-
આ ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે જઈ લોકોને વેક્સિન અંગે સમજાવીને ગામના 18થી વધુની વયના લોકોને રસી આપવામાં સફળતા મેળવી.
કોરોનાની ત્રીજી લહેર શરૂ થાય તે પૂર્વે જ રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા વેક્સિનેશનની ઝુંબેશને વધુ વેગવંતી બનાવવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લાના વધુ એક ગામમાં 100% વેક્સિનેશન થયું છે. જિલ્લાના જેતપુર તાલુકાના ભેડા પીપળીયા ગામના ગ્રામજનોએ 100% વેક્સિન લીધી છે. 850 લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે જઈ લોકોને વેક્સિન અંગે સમજાવીને ગામના 18થી વધુની વયના લોકોને રસી આપવામાં સફળતા મેળવી.
5 ગામોમાં 90% થી લઈ 95% જ્યારે 13 ગામોમાં વેક્સિનેશનની કામગીરી 80% થી 85% થઈ છે. આગામી દિવસોમાં ગામડાઓમાં વેક્સિનની કામગીરી 100% સુધી પહોંચે તે માટે, જુદી જુદી ટીમ પણ બનાવવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે ગ્રામ્ય વિસ્તારોમાં 18થી વધુ વયની વ્યક્તિને જે વેક્સિન આપવામાં આવી રહી છે. તે બાબતે યુવાનોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
