ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ઝઘડિયાની DCM શ્રીરામ લિમિટેડ કંપની દ્વારા ઓક્સિજન પ્લાન્ટ અર્પણ કરાયો
Live TV
-
કોરોનાની સંભવીત ત્રીજી લહેર પહેલાં જ ભરૂચ જિલ્લા વહીવટી તંત્રે કમર કસી
કોરોનાની સંભવીત ત્રીજી લહેર પહેલાં જ ભરૂચ જિલ્લા વહીવટી તંત્રે કમર કસી લીધી છે. બીજી તરફ સેવાભાવી સંસ્થાઓ પણ સરકારને સહકાર આપવા માટે આગળ આવી રહી છે. જે અંતર્ગત ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ઝઘડિયાની DCM શ્રીરામ લિમિટેડ કંપની દ્વારા ઓક્સિજન પ્લાન્ટ અર્પણ કરાયો હતો.
રાજ્યમંત્રી ઇશ્વરભાઈ પટેલે આ ઓક્સિજન પ્લાન્ટની રીબીન કાપીને લોકાર્પણ કર્યું હતું. જિલ્લામાં કુલ 1 કરોડ 25 લાખ રૂપિયાના ખર્ચે 6 ઓક્સિજન જનરેશન પ્લાન્ટ વિવિધ કંપનીઓ દ્વારા સરકાર હસ્તક આપી અલગ-અલગ હોસ્પિટલોમાં કાર્યાન્વિત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, DCM રામ લિમિટેડના બી.એમ.પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
