છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 76 નવા કેસ નોંધાયા
Live TV
-
રાજ્યમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. ત્યારે રાજ્યમાં આજે કોરોનાના નવા 76 કેસ નોંધાયા છે. જ્યારે 190 દર્દી સાજા થયા છે. કોરોનાના કેસની વિગતે વાત કરીએ તો, અમદાવાદમાં 22, સુરતમાં 12, રાજકોટમાં 7, વડોદરામાં 7, જામનગરમાં 2, જૂનાગઢમાં 2, ગાંધીનગરમાં 1, અમરેલીમાં 4, મહેસાણામાં 2 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં આજે કોરોનાના કારણે 3 લોકોનું મૃત્યુ થયું છે. તો આ તરફ રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં 3 લાખ 30 હજાર 500 લોકોનું કોરોના રસીકરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી કુલ 2 કરોડ 65 લાખ 42 હજાર 78 લોકોનું કોરોના રસીકરણ પૂર્ણ થયું છે. તો રાજ્યમાં અત્યાર સુધી 8 લાખ 11 હજાર 169 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.47 ટકા થયો છે. જો કે, અત્યારે રાજ્યમાં કોરોનાના 2 હજાર 527 એક્ટિવ કેસ છે.
