ખેડા જિલ્લાના નડિયાદમાં યુવાનોએ જાદૂ ક્ષેત્રે દેશનું નામ રોશન કર્યું
Live TV
-
વિયતનામ ખાતે આવેલી મેજીક મેનીયા કંપનીએ નાના-મોટા જાદુગરોને પ્રોત્સાહિત કરવા ત્રણ કક્ષામાં જાદુ સ્પર્ધાનું ઓનલાઇન આયોજન કર્યું હતું.
ખેડા જિલ્લાના નડિયાદના જાદૂગર સુનિલ રાવલ, જીગર રાવલ, અને શાન રાવલે સાથે મળીને જાદુ ક્ષેત્રે દેશનું નામ રોશન કર્યું છે. ત્રણેએ સાથે મળીને રાષ્ટ્રીય કક્ષાએ અને તાજેતરમાં વિયતનામ ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવીને રાજ્ય અને દેશનું ગૌરવ વધાર્યું છે. વિયતનામ ખાતે આવેલી મેજીક મેનીયા કંપનીએ નાના-મોટા જાદુગરોને પ્રોત્સાહિત કરવા ત્રણ કક્ષામાં જાદુ સ્પર્ધાનું ઓનલાઇન આયોજન કર્યું હતું.
સ્પર્ધામાં ભારત, પાકિસ્તાન ,સ્પેન , ફિલિપાઈન્સ ,બાંગ્લાદેશ, સહિતના દેશોના, 100 જેટલા જાદુગરોએ તેમાં ભાગ લીધો હતો. જેમાં અંડર-14 કેટેગરીમાં શાન રાવલ પ્રથમ સ્થાને રહ્યા હતા. 14 વર્ષથી ઉપરની ઉંમરના જાદુગરોની શ્રેણીમાં જીગર રાવલે, દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. વર્ષ 2022માં થાઈલેન્ડ ખાતે યોજાનારી સ્પર્ધા માટે, તેઓ તૈયારીઓ કરી રહ્યા છે.
