Skip to main content
Settings Settings for Dark

આણંદ : પલાણા ગામના હરીશભાઇ પટેલે PMCaresFund માં 11.25 લાખનો ચેક સાંસદને અર્પણ કર્યો

Live TV

X
  • સાંસદ મિતેષ પટેલ અને પૂર્વ મંત્રી રોહિત પટેલ દ્વારા આ એન.આર.આઈ પરિવાર નો અંતઃકરણથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

    કોરોના મહામારી સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ અપીલ પર ભારત દેશના નાગરિકોએ PMCaresFund માં દાનનો ધોધ વહાવ્યો છે..ત્યારે આણંદના એનઆરઆઈ પરિવારે પીએમ કેર ફંડમાં 11.25 લાખનું દાન જમા કરાવ્યુ છે..મૂળ પલાણા ના વતની,હાલ યુ.એસ.એ(બાકરોલ)ખાતે વસવાટ કરતા મીનલ બહેન અને હરેશભાઇ પટેલ તરફથી નવ લાખ રૂપિયા તથા હરેશભાઇની નાની બહેન ટીના ગીલ (યુ.એસ.એ)તરફથી બે લાખ રૂપિયા અને હરેશભાઈ ના કાકા  રમેશભાઇ પી.પટેલ નડિયાદ તરફથી 25000 રૂપિયા,કુલ મળીને 11,25,000 રૂપિયા જેટલી માતબર રકમનું દાન આ કોરોના મહામારીના કપરા સમયમાં પોતાના દેશ પ્રત્યેની જવાબદારી નું પાલન કરતા આ એન.આર.આઈ પરિવાર તરફથી પીએમ કેર ફંડમાં
    આણંદના સાંસદ શ્રી મિતેશ પટેલ(બકાભાઈ) અને પૂર્વ ગુજરાત સરકારના મંત્રીશ્રી રોહિત પટેલ (મિલસેન્ટ) ની ઉપસ્થિતિમાં આપવામાં આવેલ હતું.સાંસદ શ્રી મિતેષ પટેલ અને પૂર્વ મંત્રીશ્રી રોહિત પટેલ દ્વારા આ એન.આર.આઈ પરિવાર નો અંતઃકરણથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply