Skip to main content
Settings Settings for Dark

દ.ગુજરાતમાં મેઘમહેર, ઉમરપાડામાં 9 ઈંચ વરસાદ

Live TV

X
  • ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ તો અમરેલી,ભાવનગર,ગીરસોમનાથમાં પણ પવન સાથે વરસાદ

    ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે..છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થયો છે.સુરત જિલ્લાના ઉમરાપાડ તાલુકામાં આભ ફાટતા 9 ઇંચથી વધુ વરસાદ તૂટી પડ્યો હતો. ગઈકાલે ભારે વરસાદને કારણે ઉમરપાડાના પ્રવેશ દ્વાર નજીકનું ગરનાળું પણ પાણીમાં ગરકાવ થઈ ગયુ હતુ. ત્રણ કલાક માટે વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયો હતો. ઉમરપાડા બજાર વિસ્તારમાં પાણીની રેલમછેલ થઈ જતાં ઘરો અને દુકાનમાં પાણી ઘૂસ્યા હતાં. નજીકના વેપારી મથક કેવડી ગામે ધોધમાર વરસાદ થતાં  નદીનાળા ઉપર પાણી ફરી વળ્યા હતા ઉમરપાડા તાલુકામાંથી પસાર થતી મોહન નદી અને વીરા નદી માં ધસમસતા પૂર આવતા નાના પુલ ગળનાળા ઓ ઉપર પાણી ફરી વળ્યા હતા.જ્યારે આજે વહેલી સવારથી સુરત શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને લઈને અનેક જગ્યાએ પાણી ભરાઈ જવા પામ્યા હતા..શહેરના કતારગામ વરાછા , અડાજણ, વેસુ , સીટી લાઈટ , અઠવા , નાનપુરા , સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો..ઓલપાડ,ચોર્યાસી,ઈચ્છાપોર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ થયો..

    અમદાવાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો
    મોડી રાત્રે અમદાવાદમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો..પૂર્વ વિસ્તારમાં ઓઢવ, વિરાટનગર, મણીનગર વટવામાં એક ઇંચથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો..તો પશ્ચિમ વિસ્તારમાં ગોતા,થલતેજ,બોપલ,સાબરમતી,ઘુમા,એસ.જી.હાઈવે,શાસ્ત્રીનગર સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો.તો મેઘાણીનગર,સરસપુર,અમદુપુરા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા.હવામાન વિભાગના મતે 10 જૂન સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે..

    મોરબી પંથકમાં  દિવસભરની સખત ગરમી બાદ મોડી રાત્રે વરસાદથી વાતાવરણમા પલટો આવ્યો..,ઠંડા પવન વચ્ચે લોકોએ ગરમીથી રાહત અનુભવી

    તો ભરૂચમાં પણ કાળા ડિબાંગ વાદળો વચ્ચે એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે..ભરૂચના હાંસોટ,જંબુસર,નેત્રંગ,વાગરા,વાલિયા અને ઝઘડિયા તાલુકામાં સરેરાશ એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે..

    અમરેલી શહેર, લીલીયા ,લાંઠી ,દામનગર ,બાબરા ખાંભામા સારો વરસાદ નોંધાયો છે.. લીલીયામાં ભારે વરસાદને પગલે નાવલી નદી ગાંડીતૂર બની હતી..જિલ્લાના ચેકડેમમાં નવા નીર આવ્યા છે..ખેડૂતવર્ગ પણ વાવણીલાયક વરસાદ પડતા ખુશખુશાલ જોવા મળી રહ્યો છે..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply