આતંકી હુમલા વિરુદ્ધ રાજ્યભરમાં આક્રોશ, ઠેરઠેર અપાઈ શહીદોને શ્રદ્ધાંજલિ
Live TV
-
પુલવામામાં થયેલ આતંકી હુમલાને લઈને સમગ્ર દેશમાં શોકની લાગણી પ્રસરી છે અને દેશના લોકોમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતની જનતામાં પણ આતંકીઓ વિરુદ્ધ આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં ઠેરઠેર આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલી આપવામાં આવી રહી છે.
- વલસાડ જિલ્લામાં પણ વિદ્યાર્થીઓએ મૌન રેલી કાઢી શ્રદ્ધાંજલિ આપી પાકિસ્તાનના પૂતળાનું કર્યું દહન. વલસાડ મેડિકલ કોલેજના 700 થી વધુ વિદ્યાર્થીઓએ મૌન રેલી કાઢીને શહેરના આઝાદ ચોક પાસે કેંડલ સળગાવી બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી.
- છોટા ઉદેપુર જિલ્લામાં પણ ઠેરઠેર શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ. નસવાડીમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ શાળામાં મૌન પાળી આપી શ્રદ્ધાંજલિ.
- સુરેન્દ્રનગર શહેરમાં ખીજડીયા હનુમાન પાસે સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા 'એક દિપક સૈનિકો કે નામ' નું આયોજન.
- આવા સંકટના સમયે આખો દેશ અને રાજનૈતિક પક્ષો એક બનીને ઉભાં રહીએઃ મોરારી બાપુએ વ્યક્ત કરી સંવેદના
- વાપીમાં પણ પાકિસ્તાનનું પૂતળું સળગાવી હુમલા વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરાયો
- સાબરમતી આશ્રમ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આતંકી હુમલાનો ભોગ બનેલા વીર શહીદોનો આપી શ્રદ્ધાંજલિ.
- બિલિમોરા વિભાગ કેળવણી મંડળના 6000 જેટલા વિદ્યાર્થીઓએ મૌન પાળી શહીદોને આપી શ્રદ્ધાંજલિ..
- અમદાવાદ વેપારી મહાજન દ્વારા ગીતા મંદિર હબટાઉન ગ્રાઉન્ડમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પતો કાર્યક્રમ રખાયો
