Skip to main content
Settings Settings for Dark

આત્મનિર્ભર ભારતઃ રક્ષા શક્તિ યુનિવર્સિટીના ભારતીય નેવી સાથે MOU

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર ભારત' બનાવવાના લક્ષ્યને સાકાર કરવાની દિશામાં ગુજરાતની ગાંધીનગર સ્થિત રક્ષા શક્તિ યુનિવર્સિટીએ શરૂઆત કરી છે. ભારતીય નૌસેનાને વધુ સશક્ત બનાવવા રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા ભારતીય નૌસેના સાથે MOU પર ઓનલાઈન હસ્તાક્ષર કરવામાં આવ્યા હતાં.

    રક્ષાશક્તિ યુનિવર્સિટી તરફથી ડાયરેક્ટર જનરલ બિમલ પટેલ અને ભારતીય નૌસેના તરફથી વાઇસ એડમિરલ જી. અશોકકુમાર દ્વારા આ એમ.ઓ.યુ.પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતાં.. આ પ્રસંગે રક્ષામંત્રી રાજનાથ સિંહ તેમજ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉપસ્થિત રહ્યાં હતાં.

    આ MOU અંતર્ગત રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા ભારતીય નૌસેનાને વધુ સશક્ત બનાવવાની દિશામાં હરણફાળ ભરવા સ્ટાર્ટ-અપ અને નવા એકમોને પ્રોત્સાહન આપવામાં આવશે. આ ઉપરાંત બન્ને સંસ્થાઓ દ્વારા સંયુક્ત રિસર્ચ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે તેમજ નૌસેનાના અધિકારીઓને અદ્યતન તાલીમ આપવા સહિતની કરવામાં આવશે.

    મહત્વપૂર્ણ છે કે, રક્ષાશક્તિ યુનિવર્સિટી સાથે વિદેશી અને ભારતીય યુનિવર્સિટીઓ, સંસ્થાઓ, થિંક-ટેન્કો અને ભારતના વિવિધ વિષયોના તજજ્ઞો પણ સંકળાયેલા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply