આત્મનિર્ભર સહાય યોજનાની લોન માટે બેંકો માંથી આવતીકાલથી ફોર્મનું વિતરણ કરવામાં આવશે : અશ્વિની કુમાર
Live TV
-
રાજ્યમાં વર્તમાન સ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા થઇ રહેલી કામગીરીની વિગતો આપવા માટે મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે સોશિયલ મિડિયાના માધ્યમ દ્વારા પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે જાહેરાત કરતાં જણાવ્યું હતું,કે ,મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આત્મનિર્ભર સહાય યોજના માટે લોનની જાહેરાત કરવામાં આવી હતી ,જે અંતર્ગત આવતી કાલથી બેંકો માંથી ફોર્મનું વિતરણ કરવામાં આવશે. તો પર પ્રાંતિયોને પરત મોકલવાની કામગીરીની વિગતો આપતાં તેમણે કહ્યું હતું કે ગત મધ્યરાત્રી દરમિયાન રાજ્ય માંથી ,567 ટ્રેનો દ્વારા ,આઠ લાખ કરતાં વધુ શ્રમિકો ને ,ઘરે પરત મોકલવા માં આવ્યાં છે. જ્યારે આજે ,મધ્ય રાત્રી સુધી માં ,અન્ય 72 ટ્રેન દ્વારા ,એક લાખ દસ હજાર પર પ્રાંતિયો ને ,વતન મોકલવા માં આવશે. તેમણે વધુ માં ઉમેર્યુ હતું ,કે, અમદાવાદ બાદ, શહેર માં ,A.P.L.અને N.F.S.A. કાર્ડ ધારકો ને ,અનાજ વિતરણ કરવા માં ,આવી રહ્યું છે.
