Skip to main content
Settings Settings for Dark

આત્મ નિર્ભર ગુજરાત સહાયની રૂ.એક લાખની લોનના વિનામુલ્યે ફોર્મ આજથી મળશે

Live TV

X
  • કો-ઓપરેટીવ બેંક, સંસ્થાઓમાંથી ફોર્મ મળશે સબહેડીંગ-માત્ર બે ટકા વ્યાજ ભરવાનું અને હપ્તા છ મહિના પછી શરૂ થશે

    રાજય મંત્રીમંડળની મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આઠમી કેબિનેટની બેઠક વિડીયો કોન્ફરન્સ મારફત મળી હતી. આ બેઠકમાં લોકડાઉન-4ના સમિક્ષા કરવામાં આવી હતી.કેબિનેટ બેઠકમાં રૂ. પાંચ હજાર કરોડની ગુજરાત આત્મ નિર્ભર યોજના પેટે આપવાની રૂ.એક લાખની લોનની ચર્ચા વિચારણા કરી હતી. આ લોન મેળવવા માટે આજથી કો-ઓપરેટીવ બેંક-સંસ્થાઓમાં ફોર્મ મળશે.
    કેબિનેટમાં કરાયેલી ચર્ચાની વિગત આપતા મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું કે,કેબિનેટની વિડીયો કોન્ફરન્સ બેઠકમાં રાજયના વ્યાવસાયિકો, નાના દુકાનદારો,વાળંદ,દરજી કામ કરનાર, પ્લમ્બીંગ કામ કરનાર, ઇલેક્ટ્રીશીયન,રેકડી ફેરી કરનારા સહિતના નાના વેપારીઓ,વ્યાવસાયિકોને આત્મ નિર્ભર ગુજરાત યોજના પેટે રૂ. એક લાખની લોન અપાશે. આ લોન આઠ ટકા વ્યાજે મળશે,પણ તેમાંથી છ ટકા વ્યાજ ગુજરાત સરકાર ભરશે, જયારે બે ટકા લોનધારકે ભરવાના રહેશે. લોનની અવધિ ત્રણ વર્ષની રહેશે,પણ લોનના હપ્તા લોન મળ્યાના છ મહિના પછી શરૂ થશે. આ યોજનાના ફોર્મ વિના મુલ્યે તા. 21મી મેથી 31 ઓગસ્ટ સુધી મળશે.
    બોકસ-1- લોનના ફોર્મ કયાંથી મળશે. લોન માટેના ફોર્મ અર્બન કો-ઓપરેટીવ બેંક,જિલ્લા સહકારી બેંક અને ક્રેડીટ સોસાયટીની શાખાઓ મળીને 9 હજાર જટેલી જગ્યાએથી મળશે તેમ મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું, તેમણે કહ્યું હતું કે,ફોર્મ વિનામુલ્યે મળશે,ફોર્મ માટે કોઇ રકમ વસુલી શકાશે નહીં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply