ગાંધીનગર એસટી ડેપોની બસો જિલ્લાના માર્ગો પર દોડતી થઇ
Live TV
-
એસટી ડેપો અને બસોને સેનિટાઇઝ કરાઈ, પહેલા દિવસ 24 ટ્રીપ કરી
ગાંધીનગર જિલ્લામાં આજથી ગાંધીનગર એસ.ટી.ડેપો પર દોડતી બની છે. હાલમાં ગાંધીનગરથી માણસા, કલોલ અને દહેગામ માટે કુલ 24 ટ્રીપો મારવામાં આવશે. ગાંધીનગર શહેર સહિત સમગ્ર રાજયમાં લોકડાઉનની
અમલવારી થતાં રાજયમાં જનજનને પરિવહનની સૌથી મોટી સેવા આપતી ગુજરાત રાજય એસ.ટી. નિગમની બસોના ફરતા ટાયર થંભી ગયા હતા. ઘણા લાંબા સમયથી ખાનગી વાહન અને સરકારી એસટી બસોનું પરિવહન બંધ થતાં
આંતરિક વાહન નેટવર્ક તૂટી ગયું હોય તેવું સૌ કોઇ અનુભવ કરી રહ્યાં હતા. રાજય સરકાર દ્વારા છુટ આપ્યા બાદ ગાંધીનગર એસ.ટી. ડેપો દ્વારા ગાંધીનગર-માણસા, ગાંધીનગર-કલોલ અને ગાંધીનગર-દહેગામની ટ્રીપોનો આરંભ કરવામાં
આવ્યો છે. જેમાં માણસાની છ ટ્રીપ, કલોલની છ ટ્રીપ અને દહેગામની 12 ટ્રીપ મળી કુલ- 24 ટ્રીપ માટે ચાર શિડ્યુઅલ નક્કી કરવામાં આવ્યા છે. કુલ- 40 પેસેન્જરોએ એસ.ટી. નિગમોમાં મુસાફરી કરી હતી. ગાંધીનગર
એસ.ટી. ડેપોના ઇન્ચાર્જ મેનેજર રાવલે જણાવ્યું હતું કે, સરકારના દિશા-નિર્દેશો અને એસ.ટી બસ ડેપોના નિયમોનુસાર દરેક મુસાફરોનું થર્મલ ગનથી ટેમ્પરેચર તપાસવામાં આવે છે. સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન થાય તે મુજબ ટિકીટ
ચેકિંગની પ્રક્રિયા કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં લોકોનો સારો એવો સહયોગ પણ મળી રહ્યો છે. તેમજ તમામ મુસાફરોને માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે.
